ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ વન વિભાગનાં પ્રકૃતિપ્રેમી ફોરેસ્ટર દ્વારા સ્વખર્ચે મફત ઓજાર વિતરણ

દક્ષિણ ડાંગ વન વિભાગનાં આહવા પૂર્વ રેંજનાં આહવા રાઉન્ડ ફોરેસ્ટર છત્રસિંઘ બારોટ દ્વારા વન વિભાગની વાવેતરની કામગીરી સાથે જોડાયેલા જરૂરિયાતમંદો મજુરોને વાવેતર માટે ઉપયોગી થાય તેવા સ્વખર્ચે ખરીદી કરી મફત ઓજારોનું વિતરણ કર્યું હતું.

ડાંગ વન વિભાગનાં ફોરેસ્ટર
ડાંગ વન વિભાગનાં ફોરેસ્ટર

By

Published : Jul 3, 2020, 6:04 PM IST

ડાંગ: ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ આહવાનાં પૂર્વ રેંજનાં આહવા રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા મજૂરોને મફત ઓજાર વિતરણ કરવામાં આવ્યા હતા. આહવા રાઉન્ડ ફોરેસ્ટર છત્રસિંધ બારોટ દ્વારા વન વિભાગનાં વાવેતરની કામગીરી સાથે જોડાયેલા જરૂરીયાતમંદ મજુરોને મફત ઓજાર વિતરણ કર્યા હતા.

હાલ ડાંગ જિલ્લામાં ચોમાસું ચાલું થઇ ગયુ છે અને વન વિભાગ દ્વારા વૃક્ષો વાવણીની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે. વૃક્ષો રોપણીના આ કામમાં અહીં સ્થાનિક આદિવાસી મજુર તરીકે કામ કરતાં હોય છે. જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો જંગલનું મહત્વ સમજે છે. તેઓ જંગલ જાળવણી તથા વન વાવેતરની પ્રક્રીયા વધુ વેગવંત બનાવે તે માટે વન વાવેતર ઉપયોગી આવે એવા મફત ઓજાર વિતરણ કર્યા હતા.

આહવા પુર્વ રેંજનાં રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા આ તમામ ઓજારો સ્વખર્ચે ખરીદી કર્યા બાદ જરૂરિયાતમંદ મજૂરોને વિતરણ કરી રોજગારી મેળવવા માટે અનુરોધ પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details