ગુજરાત

gujarat

ETV Bharat / state

કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયો વનકર્મીઓનો તાલીમ વર્ગ

ફોરેસ્ટના જતન અને સંવર્ધન સાથે સંકળાયેલા દક્ષિણ ડાંગ વનવિભાગના ફ્રન્ટ લાઈનર વનકર્મીઓની ક્ષમતા વધારવા માટે તાજેતરમા કિલાદ કેમ્પ સાઇટ ખાતે એક તાલીમ વર્કશોપ યોજાયો હતો. આ તાલીમમાં વનકર્મચારીઓને તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવી હતી.

કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયો વનકર્મીઓનો તાલીમ વર્ગ
કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયો વનકર્મીઓનો તાલીમ વર્ગ

By

Published : Mar 4, 2021, 3:55 PM IST

Updated : Mar 4, 2021, 4:14 PM IST

  • વલસાડ અને સુરત વનવર્તુળનાં મુખ્ય વનસંરક્ષકની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
  • વનવિભાગના ફ્રન્ટ લાઈનર વનકર્મીઓએને તાલીમ આપવામાં આવી
  • નાયબ વનસંરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા

ડાંગ: વલસાડના મુખ્ય વનસંરક્ષક મનીશ્વર રાજા અને સુરતના મુખ્ય વનસંરક્ષક સી.કે.સોનવણેની પ્રોત્સાહક ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ તાલીમ વર્ગમા દક્ષિણ ડાંગ વનવિભાગના પાયાના વનકર્મીઓ એવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો, ફોરેસ્ટરો, ફોરેસ્ટ ગાર્ડ સહિત વનકર્મચારીઓને તજજ્ઞો દ્વારા હકારાત્મક વલણ, વ્યક્તિત્વ વિકાસ, યોગા, આયુર્વેદા વિગેરે બાબતે તાલીમબદ્ધ કરાયા હતા.

આ પણ વાંચો:ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટ NCC વડોદરા દ્વારા કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

ફ્રન્ટ લાઇન વન કર્મીઓને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલીમ બદ્ધ કરાયાં

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આયોજિત આ તાલીમ વર્ગ દરમિયાન ઉપસ્થિત ઉચ્ચાધિકારીઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના હોસલાને બુલંદ કર્યો હતો. આ વેળા ડાંગ વનવિભાગના નાયબ વનસંરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા સહિત ઉચ્ચ વનાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Mar 4, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details