ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે હોસ્ટેલનું નિર્માણ, ગામ લોકો કરી રહ્યા છે વિરોધ

ડાંગ: આહવા તાલુકામાં આવેલા બોરખલ ગામે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાઈસ્કૂલમાં ભણતા બાળકો માટે હોસ્ટેલ બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચની માંગણી પર રાજ્યપાલ દ્વારા હોસ્ટેલ મંજૂરીની મહોર મારી હતી. આ પહેલા બોરખલ ગામના જ અમુક લોકોએ હોસ્ટેલની જગ્યા પર પહેલાથી જ ખેતીકામ માટે કબ્જો જમાવ્યો હતો. એ લોકોના ઉગ્ર વિરોધ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવતાં પોલીસ પ્રોટેક્શન સાથે હોસ્ટેલ બાંધકામનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો કબ્જો જમાવેલ જમીન પર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું.

By

Published : Jun 20, 2019, 11:59 PM IST

સ્પોટ ફોટો

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરખલ ગામમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હોસ્ટેલ બાંધકામનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દૂર ગામથી ભણવા આવતાં બાળકો હોસ્ટેલમાં રહીને ભણી શકે તે માટે ગામના સરપંચ દ્વારા રાજ્યપાલને અરજી કરી હતી. રાજ્યપાલ દ્વારા અરજી મજૂર કરતાં બોરખલ ગામે હોસ્ટેલ ફળવામાં આવી હતી. હોસ્ટેલ મંજૂર થતા જિલ્લા શિક્ષણ વિભાગ જ્યારે હોસ્ટેલ બાંધકામ માટે ગામમાં ગયા ત્યારે ગામના અમુક લોકોએ આ બાબતે વિરોધ કર્યો હતો. તેઓએ હોસ્ટેલની જમીન પર પહેલાંથી જ ખેતીમાટે કબ્જો જમાવ્યો હતો. આ બાબતની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને પડતાં તેઓએ તરત ડાંગ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. રજૂઆત કાને પડતાં જિલ્લા કલેક્ટર દ્વારા તરત એકશન લેવામાં આવ્યા હતા. પોલીસ પ્રોટેક્શન સાથે જિલ્લા શિક્ષણ અધિકારી તથા શાળાના આચાર્યએ હોસ્ટેલ બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

બોરખલમાં શિક્ષણ વિભાગ દ્વારા હોસ્ટેલ બાંધકામનું કરાયું ખાતમુહૂર્ત
જિલ્લા શિક્ષણ અધિકારી મણીલાલભાઈ ભૂસારાએ જણાવ્યું હતું કે બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને સાથે દૂર ગામથી આવતાં બાળકોને રહેવા માટે હોસ્ટેલની સારી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી તેઓએ હોસ્ટેલ બાંધકામનો ખાતમુહૂર્ત કર્યું હતું. આ અગાઉ હોસ્ટેલની જમીન પર અમુક ગામના લોકોએ કબ્જો જમાવ્યો હતો, તેઓ ખેતી માટે એ જમીનનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે શિક્ષણ વિભાગ હોસ્ટેલ બાંધકામ માટે આવ્યા ત્યારે ગામનાં જ અમુક લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કલેકટરને રજૂઆત કરતાં પોલીસ પ્રોટેક્શન સાથે હોસ્ટેલ બાંધકામની શરૂઆત કરવામાં આવી.

બોરખલ ગામની શાળાના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય રોહન ટન્ડૅલ જણાવે છે કે વર્ષ 2012-13માં રાજ્યલાલ દ્વારા બોરખલ ગામની મુલાકાત લીધી હતી. ત્યારે ગામના સરપંચ દ્વારા દુરગામથી ભણવા આવતાં બાળકો માટે હોસ્ટેલની માંગણી કરી હતી. આ માંગણી મંજુર થતાં ગામના અમુક લોકોના વિરોધ બાદ પણ શિક્ષણ વિભાગે હોસ્ટેલ બાંધકામની શરૂઆત કરી. તેઓ ઈચ્છે છે કે ડાંગ જિલ્લાના બાળકો આગળ વધે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે.

ABOUT THE AUTHOR

...view details