ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળા અને દવાઓનું વિતરણ કરાયું

'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ની ભાવના સાથે ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા 'અમૃતપેય ઉકાળા' અને 'શમશમની વટી'ના પેકેટનું મોટાપાયે વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ
ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ

By

Published : May 23, 2021, 6:22 PM IST

  • ડાંગમાં 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' જનઅભિયાન શરૂ કરવામાં આવ્યું
  • આહવા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
  • અમૃતપેય ઉકાળા સહિત શમશમવટી દવાનું મોટાપાયે વિતરણ શરૂ

ડાંગ : કોરોના સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' જનઅભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વ્યાપક પ્રમાણમાં 'અમૃતપેય ઉકાળા' અને 'શમશમની વટી'ના પેકેટનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે.

આ પણ વાંચો -ડાંગના આહવામાં કોરોના અંગે સરપંચ દ્વારા જાગૃતિ ફેલાવી સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરાયા

ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાઓમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક દવાઓનું વિતરણ શરૂ કરાયું

ડાંગ જિલ્લા આયુર્વેદિક અધિકારી અને વૈદ્ય (પંચકર્મ) બર્થા પટેલ તથા તેમની ટીમ દ્વારા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા કાર્યરત દસે દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ઉપરાંત એક્ટિવ કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોનમા સમાવિષ્ટ ઘરો સુધી રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ગોળી એવી 'શમશમની વટી' તથા 'અમૃતપેય ઉકાળા'ના સૂકા પેકેટસનુ વિતરણ કરાઈ રહ્યુ છે.

આ પણ વાંચો -ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે

ગ્રામીણ વિસ્તારોમાં દવાઓનું મોટાપાયે વિતરણ કરાયું

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાના જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, ડાંગ સિવિલ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર્સ, પોલીસ સ્ટેશન સહિત ગ્રામિણ વિસ્તારોના 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ' સુધી પણ આ દવાઓ પહોંચાડવામા આવી રહી છે. જે રાજ્ય સરકારના 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનમા ફાયદાકારક સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details