ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના 33 જિલ્લામાંથી ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો

ડાંગમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જે હવે રિકવર થઈ જતાં જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નથી રહ્યાં. આ સાથે જ કોરોના વાઈરસના લીધે એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી. ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનતાં જિલ્લાના લોકોનું જીવન સામાન્ય બન્યું છે.

રાજ્યનો એકમાત્ર ડાંગ જિલ્લો બન્યો કોરોના મુક્ત
રાજ્યનો એકમાત્ર ડાંગ જિલ્લો બન્યો કોરોના મુક્ત

By

Published : Jul 1, 2020, 8:36 PM IST

ડાંગ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારી છે. ભારત દેશમાં પણ કોરોના વાઈરસના મહામારીની અસર વ્યાપક પણે જોવા મળી છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાં વાઈરસના કેસ નોંધાયા હતાં. જેમાંથી હવે એકમાત્ર ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. જિલ્લામાં હાલ એકપણ કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ નથી. જેનાં લીધે ડાંગ જિલ્લો હવે ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો છે.

જિલ્લો કોરોનાં મુક્ત બનતાં હવે જિલ્લાના લોકોનું જીવન સામાન્ય બન્યું છે. ડાંગ જિલ્લાને કોરોનાં મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની સફળ કામગીરી રહી છે. શરૂઆતમાં જ્યારે કોરોનાં શબ્દ આવ્યો, ત્યારે જિલ્લા વહીવટી તંત્રેએ માઈક્રો પ્લાનિંગ દ્વારા કોરોનાં વાઈરસના સાવચેતી વિશેની જાણકારી ઘરે ઘરે પહોંચાડી હતી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ વાઇરસ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. કોરોનાં વાઈરસના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન મોદીએ જ્યારે લોકડાઉન જાહેર કર્યું, ત્યારે અહીં લોકડાઉનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી કોરોનાં વાઈરસને માત આપી હતી.

રાજ્યનો એકમાત્ર ડાંગ જિલ્લો બન્યો કોરોના મુક્ત

24 માર્ચના રોજ પ્રથમ લોકડાઉન જાહેર થયા બાદ એપ્રિલ મહિનામાં ત્રણ યુવતીઓના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જે યુવતિઓને જિલ્લાની સી.એચ.સી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવી હતી. જે બાદ મે મહિનાની 28 તારીખ સુધી એકપણ કોરોનાં પોઝિટિવ કેસ સામે ન આવતાં ડાંગ કલેક્ટર એન.કે.ડામોર દ્વારા ડાંગ જિલ્લાને ગ્રીન ઝોન જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ જૂન મહિનાની 5 તારીખે બે મહિલાઓનો કોરોનાં પોઝિટિવ કેસ સામે આવતા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. વાઈરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લાની ગતિવિધિઓ ઉપર ફરીવાર રોક લગાવી હતી. જે બાદ આજદિન સુધી ડાંગ જિલ્લામાં એકપણ કોરોનાં પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જિલ્લો હવે કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ બન્યો છે. હાલ જિલ્લામાં એકપણ કેસ એક્ટિવ નથી.

અધિક જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીના જણાવ્યાં અનુસાર જિલ્લામાં અત્યાર સુધી કુલ 1454 કોરોનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે પેકી 1421 કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 28 રિપોર્ટ પેન્ડિગમાં છે. જિલ્લામાં હાલ 19 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. જ્યારે 1844 વ્યક્તિઓએ પોતાનો કોરેન્ટીન પિરિયડ પૂર્ણ કરેલો છે. ડાંગ જિલ્લાના બે કન્ટેનમેન્ટ ઝોન હનવતચોડ ગામ અને સુમદા ગામે આરોગ્ય વિભાગનાં કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી કામગીરી કરેલી છે. જેમાં ILC(0 case) અને SARI (0 case ) કોઈ કેસ મળેલો નથી અને કોઈ સેમ્પલ લેવામાં આવેલા નથી.

ડાંગ જિલ્લો કોરોનાં મુક્ત બનતાં ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને કોરોનાં મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની સંઘન કામગીરી જેમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલી વિભાગ તેમજ અન્ય વહીવટી વિભાગની કામગીરીથી જિલ્લો કોરોનાં મુક્ત બન્યો છે. કોરોનાં મહામારી વચ્ચે વહીવટી તંત્રની કામગીરી બિરદાવવા લાયક છે. દેશભરમાં જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લાના તમામ મજૂરી કામે બહાર ગયેલા લોકોને સહીસલામત પાછા લવવામાં આવ્યાં હતાં.

વધુમાં કલેક્ટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, જિલ્લાના વડા તરીકે તેઓ લોકોને અપીલ કરે છે કે, લોકડાઉન 2.0 દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગનું ખાસ પાલન કરવામાં આવે. લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે તથા પોતાના કુટુંબના, ઘર અને ફળિયાના લોકોને કોરોનાં મહામારી વિશેની સમજણ આપી પોતે સોશીયલ ડિસ્ટનસિંગનું પાલન કરે જેથી ડાંગ જિલ્લો કોરોનાં મુક્ત બની રહે.

ABOUT THE AUTHOR

...view details