ડાંગ: ડાંગ જિલ્લા BTS ( ભીલીસ્થાન ટાઇગર સેના) દ્વારા આયુર્વેદિક ફાર્મસી સાથે મળીને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ ચાલું કરવામાં આવ્યું છે. લોકોના ઘરે ઘરે જઈ 3 મેં સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લા જે પ્રકૃતિથી સભર ઔષધીય વનસ્પતિઓ ધરાવે છે, ત્યારે આ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી દ્વારા આ વનસ્પતિ ઔષધીઓમાંથી બનાવામાં આવેલા ઉકાળાને લોકોને પીવડાવવામાં આવી રહ્યું છે.જ્યારથી કોરોના વાઇરસની મહામારી ચાલું થઈ છે ત્યારથી ડાંગ જિલ્લામાં દરેક ગામ, સરકારી ઓફિસો વગરે જગ્યાએ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સરકાર સાથેના આ કામમાં ડાંગ BTS સેના પણ જોડાઈ છે. BTS પ્રમુખ રાકેશભાઈ પવાર અને સોરેન માહલે જણાવે છે કે, ડાંગ જિલ્લામાં તેઓ સૌ કાર્યકરો મળીને આયુર્વેદિક ફાર્મસીના સહયોગથી રોગ પ્રીતિકારક શક્તિ વર્ધક અમૃતપેય ઉકાળો તેમજ આયુર્વેદિક ટેબલેટને લોકોના ઘરે ઘરે જઈ 3 મેં સુધી ઉકાળો અને ટેબલેટ પુરી પાડશે.
ડાંગ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે, ત્યારે આ બીમારીને માત આપવા માટે આયુર્દિક ઉકાળો જરૂરી હોય છે. BTS સરકારના કામમાં સહયોગ આપીને લોકોને ઉકાળાનું વિતરણ કરી રહી છે. ડાંગ જિલ્લામાં કુલ 6 સ્થળોએ 7739 લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો છે. લોકો સ્વસ્થ રહે તે હેતુસર લોક ડાઉન ખુલે ત્યાં સુધી BTS ઘરેઘરે જઇ ઉકાળાનું વિતરણ કરશે.