ડાંગ: જિલ્લા ભિલીસ્થાન ટાઇગર સેનાનાં પ્રમુખ રાકેશભાઈ પવારે આહવા ગ્રામ પંચાયતમાં નવેસરથી સરકાર દ્વારા નક્કી કરેલા ક્રાઇટ એરિયા મુજબ તમામ લાભાર્થીઓનું જનરલ સર્વે કરવામાં આવે તેમજ લાભાર્થીઓની યાદી સ્થગિત કરી ફરીથી સર્વે કરવા બાબતે ગ્રામ વિકાસ કમિશનર સહિત ડાંગ કલેક્ટરને અરજી કરવામાં આવી હતી.
ડાંગ BTS દ્વારા PM આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓની ફરી પસંદગી માટે કલેક્ટરને અરજી કરાઈ
ડાંગ જિલ્લામાં ભિલીસ્થાન ટાઇગર સેના દ્વારા આહવા ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓનું ફરીથી સર્વે કરી લાભાર્થીઓની પસંદગી કરવા બાબતે ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર સહિત ડાંગ કલેક્ટરને અરજી કરવામાં આવી હતી.
જિલ્લાના આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તા.29-08-2019ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આહવા ગ્રામ પંચાયતનાં કુલ 636 લાભાર્થીઓની સર્વે કરવાની યાદી તલાટીકમ મંત્રી આહવાને મોકલી હતી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં મિલીભગતમાં સર્વે કર્યા વગર અને આવાસ માટે નક્કી કરવાનાં ક્રાઇટ એરિયામાં પાત્રતા ન ધરાવતા હોય એવા કુલ-447 જેટલા લાભાર્થીઓ નક્કી કરવામાં આવ્યા તથા આ યાદીની ગ્રામ સભામાં પણ બહાલી મેળવવામાં આવી નથી.
આ લાભાર્થીઓની યાદીમાં ગરીબોને અન્યાય થયો હોવાથી ડાંગ જિલ્લા ભીલીસ્થાન ટાઇગર સેનાનાં પ્રમુખ રાકેશભાઈ પવારે આહવા ગ્રામ પંચાયતમાં નવેસરથી સરકાર દ્વારા નક્કી કરેલા ક્રાઇટ એરિયા મુજબ તમામ લાભાર્થીઓનું જનરલ સર્વે કરવામાં આવે અને તેના આધારે ગ્રામ પંચાયતમાં બહાલી મેળવી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે તેમજ ખોટી રીતે ઉભી કરેલી કુલ-447 લાભાર્થીઓની યાદી સ્થગિત કરી ફરીથી સર્વે કરવા બાબતે ગ્રામ વિકાસ કમિશ્નર સહિત ડાંગ કલેક્ટરને અરજી કરી ન્યાયની માગણી કરી હતી.