આહવાઃ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં યુટર્નમાં માલ સામાનનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માલ સામાન ભરેલું કન્ટેનર રસ્તાની સાઈડમાં આવેલી દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
સાપુતારા ધાટમાર્ગમાં માલવાહક કન્ટેનર દિવાલ સાથે અથડાતાં અકસ્માત - સાપુતારા
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં યુટર્નમાં માલ સામાનનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માલ સામાન ભરેલું કન્ટેનર રસ્તાની સાઈડમાં આવેલી દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શુક્રવારે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલ સામાનનો જથ્થો ભરી કન્ટેનર દમણ-દાદરાનગર હવેલી તરફ જઈ રહ્યું હતું. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગનાં યુટર્નમાં ચાલક દ્વારા યોગ્ય ટર્ન ન લેવાતા આ કન્ટેનર માર્ગની સાઈડમાં આવેલી દીવાલ સાથે ભટકાઈને ઊંડી ખીણમાં ખાબક્યું હતું.
આ અકસ્માતનાં બનાવનાં પગલે કન્ટેનરનાં બોનેટનાં ભાગે નુકસાન થયુ છે. સાથે આ કન્ટેનર યુટર્નની લગોલગ થંભી જતા કલાકો સુધી આ માર્ગ મોટા માલવાહક વાહનો માટે અવરોધાયો હતો. બાદમાં યુટર્ન માંથી આ કન્ટેનરને ક્રેન વડે ખસેડી લેવાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂર્વરત થયો હતો.