5માં વિશ્વ યોગ દિવસે સમગ્ર ડાંગ જિલ્લો યોગમય બન્યો
ડાંગઃ 21મી જૂને સમગ્ર વિશ્વ યોગમય બન્યું હતું, ત્યારે ડાંગ જિલ્લો પણ યોગમય બને તે માટે મુખ્ય કાર્યક્રમોના આયોજન સહિત, જિલ્લા-તાલુકા કક્ષાએ 10 સ્થળો તેમજ શાળા, NGO સહિત મોટે પાયે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
5માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કલેકટરે દીપ પ્રાગટ્ય કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ડાંગ જિલ્લામાં નાના-મોટા અનેક સ્થળોએ યોગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક નાગરિકો સહિત કુલ 477 શૈક્ષણિક સંસ્થાઓ તેમજ 11 યોગા સેન્ટરો, જિલ્લાના 5 યોગા સેન્ટરો તેમજ ત્રણ તાલુકા કક્ષાના 6 કેન્દ્રો મળીને કુલ 488 કેન્દ્રોમાંથી 68,060 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક કેન્દ્રો ઉપર માસ્ટર ટ્રેનરોએ ઉપસ્થિત રહી યોગની તાલીમ આપી હતી.