ગિરિમથક સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. અહીં ઓ.આર.એસ./ઝીંક નિદર્શન કોર્નરનો પણ સમાવેશ કરાયો હતો. જરૂરિયાતમંદ બાળ દર્દીઓને 14 દિવસ સુધી ORSનું દ્રાવણ તથા ઝીંકની ગોળી આપવા સાથે, ચોખ્ખુ પાણી અને તાજો ખોરાક આપવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે અંગે ડૉ.મહેતા દ્વારા ઝાડાની સારવાર જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી અધિકારી ડૉ.કોમલ ખેંગારે, બાળકો તથા તેમના વાલીઓને ઝાડા દરમિયાન આયુર્વેદિક સારવાર અંગેની જાણકારી આપી હતી. તેમજ ઉજવણીના ભાગરૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી, એટલે કે જોડી નંબર વનનો વિશેષ પ્રચાર-પ્રસાર થાય અને લોકોમાં તેની જાણકારી તથા સ્વીકૃતિ વધે તેવા પ્રયાસોની હિમાયત કરાઇ હતી.