ગુજરાત

gujarat

ETV Bharat / state

વધઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃષિ દિવસની ઉજવણી કરાઈ

ડાંગઃ જિલ્લાના પ્રવેશદ્વાર વધઈ તાલુકા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 'રાષ્ટ્રીય કૃષિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી હતી.

By

Published : Nov 23, 2019, 8:02 PM IST

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ દ્વારા રાષ્ટ્રિય કૃષિ દિવસની ઉજવણી

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જી.જી.ચૌહાણે ખેડૂતોની આવક બમણી કરવા માટે યોગ્ય આયોજન સાથેની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો. તેમજ બાગાયત, પાક સંરક્ષણ અને પશુપાલન દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ દ્વારા રાષ્ટ્રીય કૃષિ દિવસની ઉજવણી

આ ઉપરાંત આગાખાન સંસ્થાના ક્લસ્ટર મેનેજર રાજેન્દ્ર પટેલે ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ દ્વારા આપેલા માર્ગદર્શનમાં ખેતી અને પશુપાલનમાં અંગે મળેલી માહિતીનો પ્રચાર-પ્રસાર કરવાનો આગ્રહ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાંથી 154 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ રસપૂર્વક જોડાયા હતાં. જેમણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details