- ડાંગ જિલ્લામાં 3 બેઠક બિનહરીફ
- ડાંગ જિલ્લાની સીટ આહવા-2 અને દગડીઆંબા સીટ ઉપર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત લીધા
- ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સફાયો
ડાંગ: ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સફાયો થયો હતો. જ્યારે સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર પુરાવાઓ સાબિત ન કરી શકવાના કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાનાં મુખ્ય મથક આહવા-2 માં ભાજપના હેતલબેન શાંતારામભાઈ ચૌધરીની સામે કોંગ્રેસનાં કાશીબેન સુકીરાવ કુંવરે ફોર્મ ખેંચી લીધું હતું. જયારે દગડીઆંબા જિલ્લા પંચાયત સીટ ભાજપનાં નિર્મળાબેન એસ.ગાઈન સામે કોંગ્રેસી ઉમેદવાર વનીતાબેન લલીતચંદ્ર વાઘેરાએ ફોર્મ ખેંચી લેતા બન્ને જિલ્લા પંચાયત સીટ ભાજપે કબ્જે કરી લીધી છે. જેને પગલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાતા સુપડા સાફ થવાનાં એંધાણ સાથે રાજકીય માહોલ ગરમાયો છે.