ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા લોખંડ-ડિઝલના ભાવ વધારા મુદ્દે આવેદન - iron

ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સ્ટીલ, સિમેન્ટ, ડામર અને ડિઝલના ભાવમાં વધારો થતાં ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. ડામોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા લોખંડ-ડિઝલના ભાવ વધારા મુદ્દે આવેદન
ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા લોખંડ-ડિઝલના ભાવ વધારા મુદ્દે આવેદન

By

Published : Feb 15, 2021, 12:21 PM IST

  • લોખંડ, ડિઝલના ભાવ વધારો થતાં કલેક્ટરને આવેદન
  • ભાવ વધારો થતાં વિકાસની ગતિ ધીમી પડી છે
  • સરકારને રેગ્યુલેટર ઓથોરિટી બનાવવાનું સૂચન

ડાંગ: જિલ્લા કોન્ટ્રાક્ટ એસોસિએશનનાં સભ્યોએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિના દરમિયાન કોવિડ 19 નાં કારણે રાજ્યનાં તમામ સ્તરે ચાલતાં કામોની ગતિ ધીમી પડી ગઈ હતી. ત્યારબાદ જ્યારે કામોની ગતિ ધીરે-ધીરે સામાન્ય થવા તરફ જઈ રહી હતી. ત્યારે સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડિઝલની સાથે અન્ય મટીરીયલનાં ભાવોમાં અસહ્ય વધારો થયો હતો. જેના લીધે બાંધકામને લગતાં કામો કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.

ભાવ વધારો થતાં વિકાસની ગતિ ધીમી પડી છે: ડાંગ કોન્ટ્રાક્ટર એસોસિએશન

કલેક્ટરને અરજી મારફત અનુરોધ કરતાં ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે, સ્ટીલ, સીમેન્ટ ઉત્પાદકો સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં નહીં આવે તો વિકાસનાં કામો અટકી જશે. બાંધકામ ક્ષેત્રે 60 લાખ જેટલાં લોકો જોડાયેલા છે. અને તેઓ બાંધકામ થકી જ રોજગારી મેળવી રહ્યા છે. આ લોકોમાં બેકારી વધવાની સંભાવનાઓ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રેગ્યુલેટર ઓથોરિટીની રચના કરવી જોઈએ જેથી અસહ્ય ભાવ વધારા પર નિયંત્રણ લાવી શકાય અને વિકાસનાં કામોની ગતિ હંમશા ચાલું રહે.

ABOUT THE AUTHOR

...view details