આહવા : ડાંગ જિલ્લાના ધુમખલ ગામના આઠ વર્ષીય બાળકનું ખાપરી નદીના પાણીના કુંડમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતુ. જેના પગલે ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
ડાંગના ધૂમખલ ગામે 8 વર્ષિય બાળકનું ખાપરી નદીમાં ડૂબી જતા મોત - ડાંગ ન્યૂજ
ડાંગ જિલ્લાના ધુમખલ ગામના આઠ વર્ષીય બાળકનું ખાપરી નદીના પાણીના કુંડમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતુ. જેના પગલે ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુમખલ ગામના પશુપાલક લલીતાબેન વસંતભાઈ ભોયે જેઓ સોમવારે તેઓના પાળતું પશુઓને ચરાણ માટે ગામથી દૂર જંગલ વિસ્તારમાં લઇ ગયા હતા. જેથી બપોરના સમયે માતાને રોટલી શાકનું ભોજન આપવા માટે પુત્ર રાજ વસંતભાઈ ભોયે ઉંમર 8 વર્ષ તથા નાનાભાઈ સચિન તેમજ મોટી બહેન સાથે જંગલ વિસ્તારમાં ગયા હતા, ત્યારબાદ સ્થળ ઉપરથી ભોજન કરી આ ત્રણેય ભાઈ-બહેનો પાણીથી ભરેલા ખાપરી નદીમાં સ્નાન કરવા માટે પડ્યા હતા. ખાપરી નદીનો કુંડ ઊંડો હોવાથી નાહવા પડેલા રાજભાઈ વસંતભાઈ અચાનક ડૂબી ગયા હતા. જેથી તેના ભાઈ-બહેને બહાર નીકળી નજીકના કાહડોળ ઘોડીના આગેવાનોને જણાવતા ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને મૃતક બાળકના મૃતદેહને ઊંડા પાણીના કુંડમાંથી બહાર કાઢી સાપુતારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
આ તકે સાપુતારા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રતનભાઇ હડસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ પુષ્ટિ કરી બાળકનાં મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.