ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા કોરોનાં અપડેટ: 24 કલાકમાં 7 કેસ નોંધાયા, 9 દર્દીઓ ડિસ્ચાર્જ

ડાંગ જિલ્લામાં સાત નવા કેસ નોંધાયા છે. જેની સામે નવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ડાંગ જિલ્લા કોરોનાં અપડેટ: 24 કલાકમાં 7 કેસ નોંધાયા
ડાંગ જિલ્લા કોરોનાં અપડેટ: 24 કલાકમાં 7 કેસ નોંધાયા

By

Published : May 21, 2021, 11:04 PM IST

  • જિલ્લામાં આજે 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા
  • ડાંગ જિલ્લામાં 9 દર્દીઓને રજા અપાઈ
  • જિલ્લામાં શુક્રવારે નવા 7 કેસ સાથે કુલ કેસ 657, એક્ટિવ કેસ 46

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગમાં શુક્રવારે 7 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ 657 કેસો નોંધાયા છે. જે પૈકી 611 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે શુક્રવારે 46 કેસ એક્ટિવ રહ્યાં છે. એક્ટિવ કેસ પૈકી 8 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં તથા 38 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

વધુ વાંચો:કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બની શકે છે ઘાતક, વેક્સિન વગર કોરોના સામે લડવું મુશ્કેલ ?


જિલ્લામાં 654 લોકોને હોમ કવોરન્ટાઈન

કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 654 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 10,702 વ્યક્તિઓએ હોમ કવોરન્ટાઈન પૂર્ણ કર્યું છે. જિલ્લામાં હજી કુલ 55 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 172 ઘરને આવરી લઈ 753 વ્યક્તિઓને કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 48 બફર ઝોન (એક્ટિવ)મા 310 ઘરોને સાંકળી લઈ 1252 લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

વધુ વાંચો:22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ


જિલ્લામાં શુક્રવારે કુલ 148 સેમ્પલ કલેક્ટ કરાયા

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો શુક્રવારે જિલ્લાભરમાંથી 49 RT-PCR અને 99 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 148 સેમ્પલો કલેક્ટ કર્યા છે. જે પૈકી 49 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ 49,410 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 48,70497 નેગેટિવ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details