- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ પ્રચાર સભાઓ યોજી
- ડાંગના વિવિધ વિસ્તારમાં ભાજપની સભાઓ યોજી
- શામગહાન ખાતે 200 કોંગ્રેસી કાર્યકતા ભાજપમાં જોડાયા
ડાંગઃ જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં આવેલ પ્રધાન ગણપત વસાવાએ કોશીમદા, કાલીબેલ, સામગહાન, સાકરપાતાળ અને વઘઇ જિલ્લા પંચાયત બેઠક ઉપર જાહેર સભા સંબોધી હતી. કોશીમદા ખાતે જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પ્રધાને ભાજપના વિકાસ કામો ગણાવી કોંગ્રેસે આ વિસ્તારને પછાત રાખવામાં કોઈ કસર બાકી નથી રાખી એવું કહ્યું હતું.
200 કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા 200 કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
સામગહાન ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન એવા ચંદરગાવીતની સભામાં મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા. સામગહાન મત વિસ્તારના 200થી વધુ કોંગ્રેસી કાર્યકરો જે ચંદર ગાવીતને સમર્થન જાહેર કરી પ્રધાન ગણપત વસાવના હસ્તે ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા.
આવનારા સમયમાં ભાજપ બહુમતી સાથે જીતશેઃ ગણપત વસાવા
ભાજપમાં જોડાયેલા નેતાઓ અને કાર્યકરો કોઈ પણ જાતના પ્રલોભન વગર ડાંગના વિકાસને જોતા ભાજપમાં જોડાયા હોવાનું પ્રધાને જણાવ્યું હતું. પ્રધાને એવું પણ જણાવ્યું હતું કે, ડાંગમાં કોંગ્રેસના સુપડાસાફ થઈ જવાના છે. આ સાથે સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તારમાં આવતી પાલિકા અને જિલ્લા તાલુકાની ભૂતકાળમાં નથી આવી એ બેઠકો ભાજપ બહુમતીથી જીતશે.