ગુજરાત

gujarat

ETV Bharat / state

એક તરફ કુવાઓ ખાલી, બીજી તરફ કેનાલમાંથી લાખો લીટર પાણી બહાર વહે

દમણઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જતા તેવા વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારે છે. ત્યારે, ઉમરગામ શહેર અને આસપાસના ગામડાઓમાં પીવાનું અને ખેતીનું પાણી પુરી પડતી વર્ષો જુની પાણીની લાઈનમાં પડેલા ઠેર ઠેર ભંગાણમાં રોજનું હજારો લીટર પાણીની બગાડ થતો હોવા છતાં તે તંત્રના ધ્યાને નથી.

સ્પોટ ફોટો

By

Published : Apr 27, 2019, 11:21 PM IST

ઉમરગામ તાલુકા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા પીવા માટે પાઇપલાઇન માટે તેમજ નહેર મારફતે ખેતીવાડી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પાણીની પાઈપલાઈનનું સમારકામ ન થવાને કારણે રોજના હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર તેનાથી બેખબર છે.

પાણીનો બગાડ

ઉમરગામના ટીંભી ગામમાં આ પાણીના પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે જે વાડી માંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી છે તે વાડી મલિક બટુકભાઈના જણાવ્યાં મુજબ ત્રણ વર્ષથી આ પાણી આ રીતે વહી રહ્યું છે. પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગમાં જાણ કરી છે. પરંતુ તેમ છતાં તેની મરામત કરવામાં આવી નથી. વાડીમાં આંબાના ઝાડ છે. તેના પર દવાનો છંટકાવ કરી શકતો નથી. ચારેબાજુ પાણીના કારણે માટી કાદવમાં રૂપાંતર પામી ચુકી છે.

પાઈપલાઈનમાં ઠેરઠેર પડેલા ભંગાણને કારણે માર્ગ પર અને આસપાસના વાડી વિસ્તારમાં આ પાણી વહી રહ્યું છે. આ રીતે થતા બગાડને તંત્ર વહેલી તકે અટકાવે તે જરૂરી છે. કેમ કે પાણીના આ રીતસરના બગાડને કારણે આગામી દિવસોમાં ઉમરગામ પંથકમાં પણ પાણીનો પોકાર તીવ્ર બનતો હોય છે. ત્યારે, લોકોને અને ખેડૂતોને પૂરતો પાણીનો પુરવઠો મળે તે માટે આ ભંગાર થયેલા પાઈપલાઈનનું સમારકામ કરવું જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details