સંઘ પ્રદેશ દીવ પર 'મહા' વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી તેમ છતાં દીવમાં પ્રવાસીઓ વેકેશન મનાવવા માટે દીવ પહોંચી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન દરમિયાન દીવના અલગ અલગ પર્યટક સ્થળો પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. હાલમાં પણ દીવ ખાતે પર્યટકોનું આગમન થઈ રહ્યું છે.
'મહા' વાવાઝોડાની અસરની વચ્ચે દીવમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યુ - દીવના પર્યટક સ્થળો
દીવઃ 'મહા' વાવાઝોડાની અસરોને લઈને વહીવટી તંત્ર દ્વારા એક તરફ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહ્યી છે. તો બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓ વાવાઝોડાની અસરોને કોરાણે મૂકીને દીવના દરિયામાં વેકેશન માણી રહ્યા છે.
'મહા' વાવાઝોડાની અસરની વચ્ચે દીવમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યુ
પર્યટકો દીવના નાગવા બીચ તરફ વધુ આકર્ષાતા હોય છે તો બીજી તરફ દીવમાં ફરવા લાયક સ્થળો પૈકી ચર્ચ, દીવનો કિલ્લો, ખુકરી મેમોરિયલ ગંગેશ્વર મહાદેવ, જલંધર બીચ, પોઠિયા દાદા સ્થિત જીરાસિક પાર્ક, ઘોઘલા બીચ, નાયડા ગુફા પક્ષી અભ્યારણ સહીત સ્થળો પર પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પરંતુ, દીવ આવતા પ્રવાસીઓની પહેલી પસંદ દીવનો નાગવા બીચ બની રહ્યો છે. જેને લઇને અહીં દેશ અને વિદેશના પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.