ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના ઉદ્યોગોની લાપરવાહી, વરસાદી પાણીને જાહેર માર્ગ પર છોડી રહ્યા છે

સંઘપ્રદેશ દમણમાં ત્રણેક દિવસથી વરસેલા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેમાં યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ છતો થયો છે. તો, ઉદ્યોગોની બેદરકારી પણ સામે આવી છે. સામાન્ય વરસાદમાં કંપનીઓમાં ઘૂંટણ સમાં ભરાયેલા પાણીને સંચાલકો જાહેર માર્ગ પર છોડી માર્ગને પાણીમાં તરબતર કરી રહ્યા છે.

daman
દમણ

By

Published : Aug 7, 2020, 9:56 AM IST

દમણ : દમણમાં હાલ વરસાદી સીઝનમાં વરસેલા સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની અને ઉદ્યોગકારોની પોલ ખુલી પડી છે. છાશવારે સામાન્ય નિયમ ભંગમાં મસમોટી પેનલ્ટી વસુલતા પ્રશાસને ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરી નથી. જેને કારણે વરસાદની સીઝનમાં કંપનીઓમાં ઘૂંટણ સમું પાણી ભરાયું છે. ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. તેમ છતાં આવા ઉદ્યોગકારોએ કંપનીનું પાણી મોટર દ્વારા જાહેર માર્ગ પર ઠાલવવાનું શરૂ કર્યું છે. જેનાથી વાહનચાલકો અને કામદારો મહામુશ્કેલી વેઠી રહ્યાં છે.

દમણના ઉદ્યોગોની લાપરવાહી, વરસાદી પાણીને જાહેર માર્ગ પર છોડી રહ્યા છે
દમણમાં ભીમપોર વિસ્તારમાં આવેલ પ્રિમા પ્લાસ્ટિક કંપનીએ તો પ્રશાસનની ઐસીતૈસી કરી છે. કંપની મસમોટી પાઇપ લગાવી કંપનીમાં ભરાયેલ પાણી જાહેરમાં છોડી રહી છે. જેનાથી આ આખો વિસ્તાર 2 દિવસથી પાણીમાં ગરકાવ છે. કંપની સંચાલકોએ કંપનીનું પાણી જાહેરમાં છોડ્યા બાદ તે પાણી ફરી કંપનીમાં ના પ્રવેશે તે માટે મુખ્ય દરવાજા પાસે રેતીની ગુણો લગાવી છે. આ રીતે આ ઔદ્યોગિક વસાહતમાં દરેક મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. જેમાં મુખ્યત્વે તો સ્ટોર્મ વોટરના આભાવે કંપની સંચાલકોએ જ કંપનીનું વરસાદી અને પ્લાન્ટનું નકામું પાણી જાહેર માર્ગ પર છોડી નિયમોની ઐસી તૈસી કરી હોવાનું ફલિત થયું છે. લોકોની માંગ છે કે, આવી કંપનીઓ સામે પ્રશાસન કડક વલણ અપનાવે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરે.

ABOUT THE AUTHOR

...view details