ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં ગંદકીથી ખદબદતું તળાવ નવીનીકરણ બાદ બન્યું પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

સંઘપ્રદેશ (union territory) દમણમાં નાની દમણ શહેરની મધ્યમાં આવેલું ધોબી તળાવ એક સમયે ગંદકીથી ખદબદતું હતું. જેનું પ્રશાસને 2.82 કરોડના ખર્ચે નવીનીકરણ કરતા આ ચોમાસામાં તળાવ છલોછલ ભરાયું છે. સુંદર રમણીય ગાર્ડન સાથેનું આ તળાવ હાલ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દમણ
દમણ

By

Published : Jul 24, 2021, 12:27 PM IST

  • ગંદકીથી ઉભરાતું તળાવ હવે પર્યટકોનું માનીતું ગાર્ડન બન્યું
  • ચોમાસામાં લેક ગાર્ડન છલોછલ ભરાયું
  • પ્રશાસને સૌંદર્યકરણ હેઠળ સુંદરતા વધારી

દમણ: ચોમાસામાં દમણનું ધોબી તળાવ છલોછલ ભરાઈ જતા તેના સૌંદર્યમાં ઔર નિખાર આવ્યો છે. આશરે 9500 સ્કેવર મીટરનો વિસ્તાર ધરાવતું આ તળાવ શહેરની મધ્યમાં વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલું છે. એક સમયે ગંદકીથી ઉભરાતા આ તળાવ પાસે લોકો ઉભા રહેવાનું પણ ટાળતા હતા, જ્યારે આજે તેમાં પરિવાર સાથે ટહેલવા આવી રહ્યા છે.

વધુ એક સુંદર લેક ગાર્ડનનો ઉમેરો થયો

દમણ તેમના દરિયા કિનારાના અને બાગ બગીચાના કારણે પ્રવાસીઓનું માનીતું પ્રવાસનધામ છે. જેમાં હવે વધુ એક સુંદર લેક ગાર્ડન (lake garden) નો ઉમેરો થયો છે. નાની દમણ શહેરની મધ્યમાં આવેલું ધોબી તળાવ (dhobi lake) એક સમયે ગંદકીથી ખદબદતું હતું. સમારકામ અને જાળવણીના અભાવે તળાવની હાલત ખુબ જ દયનિય બની હતી, જેનું પ્રશાસને 2.82 કરોડના ખર્ચે નવીનીકરણ કરતા આ ચોમાસામાં તળાવ છલોછલ ભરાયું છે.

પ્રશાસને સૌંદર્યકરણ હેઠળ સુંદરતા વધારી

2.82 કરોડના ખર્ચે આખા તળાવને નવો ઓપ આપવામાં આવ્યો

દમણના લોકોએ પણ તળાવના નવીનીકરણ માટે અનેક રજૂઆતો કરી હતી, જે બાદ દમણ પ્રશાસન દ્વારા પ્રદેશના વિકાસ અને સૌંદર્યકરણ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટમાં ધોબી તળાવનો પણ સમાવેશ કર્યો હતો. અંદાજિત 2.82 કરોડના ખર્ચે આખા તળાવને નવો ઓપ આપવામાં આવતા આજે આ આખો પ્રોજેક્ટ દમણના પર્યટન માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

ચોમાસામાં લેક ગાર્ડન છલોછલ ભરાયું

આ પણ વાંચો:સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેક્ટર્સ ગાર્ડન બન્યું પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

ટુરિસ્ટ ડેસ્ટિનેશન પોંઇટમાં વધુ એક પર્યટન સ્થળનો ઉમેરો

તળાવના નવીનીકરણથી દમણના ટુરિસ્ટ ડેસ્ટિનેશન પોંઇટમાં વધુ એક પર્યટન સ્થળનો ઉમેરો થયો છે, અહીં વોક વે, જોગિંગ ટ્રેક, ફાઉન્ટન, શૌચાલયો સહિતની અનેક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, તળાવની ચારે તરફ પથ્થરો અને લાઇટિંગ પણ મુકવામાં આવી છે, જેના કારણે આજે આ સ્થળ એક ટુરિસ્ટ પોઈંટ તરીકે વિકસિત થયું છે, સ્થાનિક લોકો અને સહેલાણીઓ બે-ઘડી આરામની પળો માણવા આવી રહ્યા છે.

આ પણ વાંચો:દમણમાં વોટર સ્પૉર્ટ્સ એક્ટિવિટી બની પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

ધોબી તળાવનું પ્રશાસને નામ બદલીને એકતા લેક ગાર્ડન રાખ્યુ

આ તળાવનું નામ પહેલા ધોબી તળાવ હતું. દમણ પ્રશાસને તે નામ બદલીને એકતા લેક ગાર્ડન રાખ્યું છે, હાલ તો ચોમાસામાં આ ગાર્ડનની રોનક વધી ગઈ છે, પરંતુ પાણી સંગ્રહની યોગ્ય વ્યવસ્થાના અભાવે ચોમાસા બાદના મહિનાઓમાં ગાર્ડનનું તળાવ સૂકું ભટ્ઠ થઇ જાય છે, જે અહીં આવતા લોકોના મનમાં ક્યાંકને ક્યાંક વિકર્ષણ પેદા કરે છે, ત્યારે વહીવટી તંત્ર તળાવમાં આખું વર્ષ પાણીનો સંગ્રહ જાળવાઈ રહે તેવી વ્યવસ્થા કરે તો તળાવની અને શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી શકે છે.

ABOUT THE AUTHOR

...view details