શિવાલીક હાઇટ્સના પ્રમુખ દિલીપ પાટીલે જણાવ્યું હતું કે, 9 વર્ષથી સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરવામાં આવે છે. કોઈએ બહાર પાર્ટી પ્લોટમાં જવાની જરૂર નથી પડતી. બહાર ગરબા રમવા જઈએ, ત્યારે ઘણીવાર અસલામતીનો અનુભવી થાય છે. સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરી સલામતી અને એકતાની ભાવના સાથે ખેલૈયાઓ ગરબાનો આનંદ ઉઠાવે છે.
વાપીમાં બીજા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
વાપી: નવરાત્રીમાં આદ્યશક્તિની આરાધના કરવામાં આવી છે. આ પર્વ નિમિતે વાપીમાં બીજા દિવસે ખેલૈયાઓએ ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી. વાપીના ચલા વિસ્તારમાં શિવાલિક હાઇટ્સ સોસાયટીમાં રહેતા 900 પરિવારોએ સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરી ગરબે ઘૂમ્યા હતાં.
શિવાલીક હાઇટ્સમાં ગરબે ઘૂમી ગરબાની મોજ માણતા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં બધા સાથે મળીને ગરબા રમીએ છીએ. શિવાલીક હાઇટ્સમાં કર્ણાટકના અને વાપીને કર્મભૂમિ બનાવનાર ખેલૈયાએ જણાવ્યું હતું કે, સનાતનથી ચાલી આવતી માં ની આરાધના કરવાનું પર્વ ગુજરાતમાં નવરાત્રીરૂપે હોમ ફેસ્ટિવલ તરીકે ઉજવાય છે. 900 પરિવાર વાપીમાં વસવાટ કરીએ છીએ અને હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. હું બિન ગુજરાતી છું પણ વર્ષોથી ગરબા શીખ્યો છું ને દર વર્ષે ગરબાનો આનંદ ઉઠાવું છું.
ઉલ્લેખનીય છે કે, શિવાલીક હાઇટ્સમાં ગુજરાતી, મરાઠી, રાજસ્થાની સહિત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પરિવારો વસવાટ કરે છે. જે તમામે નવરાત્રી મહોત્સવમાં પોતાના પરંપરાગત પાઘડી સહિતના પરિધાનમાં સજ્જ થઈ ગુજરાતી-હિન્દી, ગરબા-ભજન-ગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.