ગુજરાત

gujarat

ETV Bharat / state

On duty SMC લખેલ કારમાં સુરતથી વાપી આવેલા 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી

વાપી નજીક નામધા ગામમાં ઓન ડ્યુટી SMC સુરત મહાનગરપાલિકા લખેલ સ્ટીકર કારમાં લગાવી ફરતા બે ઇસમોની પોલીસને જાણ થતા બન્ને લોકોની અટકાયત કરી કલમ 188 અને 144 અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

On duty SMC લખેલ કારમાં સુરતથી વાપી આવેલા 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી
On duty SMC લખેલ કારમાં સુરતથી વાપી આવેલા 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી

By

Published : Apr 25, 2020, 8:56 PM IST

વાપીઃ વાપી નજીક નામધા ગામમાં ઓન ડ્યુટી SMC સુરત મહાનગરપાલિકા લખેલ સ્ટીકર કારમાં લગાવી ફરતા બે ઇસમોની પોલીસને જાણ થતા બન્ને લોકોની અટકાયત કરી કલમ 188 અને 144 અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

On duty SMC લખેલ કારમાં સુરતથી વાપી આવેલા 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી
કોરોના મહામારીને ધ્યાને રાખી લોકડાઉન જાહેર કરાયું છે. તમામ જિલ્લાની ચેકપોસ્ટ પર ચુસ્ત નાકાબંધી છે. ગામડાઓ પર બહારના વ્યક્તિઓને પ્રવેશવાની મનાઈ છે. એવા સંજોગોમાં વાપી નજીક નામધા ગામમાં કારમાં ફરતા બે ઇસમોને ગામલોકોએ જોતા તેમની પૂછપરછ કરી પોલીસને જાણ કરતા પોલીસે બન્નેની અટકાયત કરી કલમ 188 અને 144 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
On duty SMC લખેલ કારમાં સુરતથી વાપી આવેલા 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી
આ બને ઇસમોમાં એકનું નામ રાજુ દેવજી દેસાઈ અને હેમંત બહાદુર હમીરાણી હોવાનું જાણવા મળ્યું હતું. બંને મૂળ સુરતના છે. અને સુરતથી અહીં અનાજ વેંચવા આવ્યા હોવાનું પહેલા ગામલોકોની પૂછપરછમાં જણાવ્યું હતું. જે બાદ પોલીસને બોલાવતા તેઓ પોતાના સગાને રાશન આપવા આવ્યા હોવાનો ગોળગોળ જવાબ આપ્યો હતો. જો કે પોલીસે તાત્કાલિક ધોરણે બંને ઇસમોની અટક કરી કલમ 144 અને 188ના ભંગ બદલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમની કાર ઝપ્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે ઇસમોની કારમાંથી અનાજમાં ચણા મળી આવ્યાં હતા. એ સિવાય કારમાં કંઈજ નહોતું. જે જોતા લોકોમાં આ બંને ઈસમો છેક સુરતથી વાપીના નામધા ગામમાં શા માટે આવ્યાં હતાં? તે અંગે અનેક શંકા જાગી છે. એ ઉપરાંત બંને ઈસમો સુરત મહાનગરપાલિકામાં ખરેખર નોકરી કરે છે કે પછી બનાવટી સ્ટીકર લગાવી ગામમાં બદઇરાદે આવ્યા હતાં તે અંગે પણ સવાલો સર્જાયા હતા જેનો હાલ કોઈ જવાબ મળ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details