ગુજરાત

gujarat

ETV Bharat / state

કારચાલકની ગફલતે સર્જ્યો અકસ્માત, 2 બાઇક બે કારનો કચ્ચઘાણ, 2 ને ઈજા

વાપીમાં નેશનલ હાઈવે નંબર 8 પર મુંબઈથી સુરત તરફના લેન પર વડોદરા જતા મુંબઈના દંપતીની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં વાપી સર્વિસ રોડ પરથી નેશનલ હાઈવે પર જતા કારચાલકે બેધ્યાનપણે ડ્રાઈવિંગ કર્યું હોય તેમની કાર સાથે મુંબઈના દંપતીની કાર અથડાઈ હતી.

વાપી હાઈવે પર કારચાલકે 2 બાઈક અને 2 કારને અડફેટે લીધા
વાપી હાઈવે પર કારચાલકે 2 બાઈક અને 2 કારને અડફેટે લીધા

By

Published : Oct 23, 2020, 4:14 PM IST

Updated : Oct 23, 2020, 4:51 PM IST

  • વાપી નેશનલ હાઈવે પર કારચાલક બન્યો બેફામ
  • કારચાલકે 2 બાઈક અને 2 કારને લીધા અડફેટે
  • કારચાલકના કારણે ચારેય વાહનોનો કચ્ચરધાણ


વાપીઃ નેશનલ હાઈવે નંબર 8 પર 2 બાઈક અને બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય 2 દ્વિચક્રી વાહન ચાલકો પણ અડફેટે આવી ગયા હતા, જેમાં બાઈકચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસીબે કારમાં સવાર લોકો પણ હેમખેમ બચી ગયા હતા.

કારચાલકની ગફલતે સર્જ્યો અકસ્માત

જોકે અકસ્માત સમયે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વાપી આસપાસ ભારે ટ્રાફિકજામ થયો હતો, જેને પોલીસ જવાનોએ ક્લિયર કરાવી વાહન વ્યવહાર યથાવત્ કર્યો હતો. હાલમાં કારચાલકની શોધખોળ ચાલુ છે.

Last Updated : Oct 23, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details