શાળાઓમાં પરીક્ષા પુરી થયા બાદ વેકેશનની મોજ માણવાનો આનંદ દરેક બાળકમાં હોય છે. વાલીઓ પણ પોતાના બાળકના વેકેશનનો લાભ ઉઠાવવા પરિવાર સાથે એકાદ હિલ સ્ટેશન કે દરિયા કિનારે ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. આવા જ આયોજન સાથે દમણ ફરવા આવેલા પરિવારો જ્યારે દરિયા કિનારે દરિયાના પાણીમાં ન્હાવાની મોજ માણી સેલ્ફીમાં મશગુલ બન્યા છે. તેમના બાળકો પણ અહીં ઊંટ સવારી કે ઘોડેસવારીના આનંદ સાથે દરિયાની ભીની રેતીમાં ઘર બનાવી, ગાર્ડન બનાવી બાળસહજ પ્રવૃત્તિમાં મશગુલ જોવા મળી રહ્યા છે.
દમણના જામપોર બીચ પર પોતાનાં પરિવાર સાથે વાપીથી આવેલ થૈયા દેસાઈ અને ભરૂચથી આવેલી ક્રિશાએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે, દમણના દરિયા કિનારે તે પોતાનાં મમ્મી-પપ્પા સાથે આવી છે. ખૂબ મજા આવે છે. કેમલ રાઈડિંગ, હોર્સ રાઈડિંગ, ડાઇવિંગ બાઇકની મજા માણી છે અને રેતીમાં ગાર્ડન સેટ બનાવી, ઘર બનાવી રેતીમાં રમવાનો અનોખો આંનદ માણી રહ્યાં છે