દમણમાં ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે ઉત્તરાયણના દિવસે જિલ્લા ભાજપની ચૂંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં તમામ મહત્વના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દમણ ભાજપના મહત્વના આગેવાન નેતા ગણાતા નવીન અખુંના ભાઈ શશીકાંતે અન્ય કાર્યકર જયેશ પટેલને કાર્યાલયમાં જ ગાળો આપી હતી.
જેને કારણે મામલો તંગ બન્યો હતો. જેમાં જયેશ પટેલે ગાળો આપનાર શશીકાંત જ્યારે પાર્ટી કાર્યાલય બહાર નીકળ્યો ત્યારે તેને રોકી પોતાને અપમાનિત કર્યો હતો. તેના જવાબમાં તેને જાહેરમાં ગાળો આપી અપમાનિત કર્યો હતો. આ સમયે પાર્ટી કાર્યાલય બહાર બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચે તેવી શક્યતા દેખાતા સાંસદ લાલુભાઈ પટેલ તથા અન્ય આગેવાનોએ બંને કાર્યકરોને સમજાવી રવાના કર્યા હતા.