દમણ આરોગ્ય વિભાગને કેટલાક જાણકાર સૂત્રો તરફથી માહિતી મળી હતી કે, દમણમાં કેટલાક નકલી ડોક્ટરો નકલી પ્રેક્ટિસ કરી દર્દીઓના જીવ સાથે ખીલવાડ કરી રહ્યા છે. આ માહિતીના આધારે દમણ આરોગ્ય વિભાગે એક ખાસ નિરીક્ષણ ટીમ બનાવી દમણના વિવિધ દવાખાનામાં તપાસ હાથ ધરી હતી.
દમણમાં આરોગ્ય વિભાગે 3 નકલી ડોકટરોની હોસ્પિટલમાં દરોડા પાડ્યા પોલીસને સાથે રાખી હાથ ધરાયેલ આ ચેકિંગમાં 3 બોગસ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો ઝડપાયા હતા. નકલી ડોક્ટરો પાસેથી મોટાપાયે દવા, ઇન્જેક્શન, સીરપ સહિતની સામગ્રી પણ હાથ લાગી હતી. સ્વાસ્થ્ય વિભાગે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2010 હેઠળ આ રેઇડ કરી હતી. દવાખાનાની હાટડી ખોલી બેસેલા આ ઝોલછાપ ડોકટરોને ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
દમણમાં આરોગ્ય વિભાગે 3 નકલી ડોકટરોની હોસ્પિટલમાં દરોડા પાડ્યા આ સંદર્ભમાં આરોગ્ય નિયામક ડો.વી.કે.દાસે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ પાસે અનેક વખત બનાવટી ડોકટરો અને બનાવટી ક્લિનિકની ફરિયાદો આવતી રહે છે. તેના કારણે જુદા જુદા ક્લિનિક્સમાં તબીબી સારવાર માટે આરોગ્ય વિભાગની એક નિરીક્ષણ ટીમ બનાવી છે. જે દમણના વિવિધ વિસ્તારોમાં નકલી દવાખાના અને નકલી ડોક્ટરોને શોધી તેમની સામે કાયદાકીય પગલાં લઇ રહી છે.
દમણમાં આરોગ્ય વિભાગે 3 નકલી ડોકટરોની હોસ્પિટલમાં દરોડા પાડ્યા દમણમાં આરોગ્ય વિભાગે 3 નકલી ડોકટરોની હોસ્પિટલમાં દરોડા પાડ્યા જે અંતર્ગત આરોગ્ય સેક્રેટરી એ. મુથ્થુમ્માએ પોલીસ વિભાગની મદદથી આ દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન તમામ સ્થળે દવાઓનો જથ્થો અને અન્ય મેડિકલને લગતી નકલી વસ્તુઓ પણ મળી આવી હતી. જે કબજે કરી 3 ડોકટરોની ધરપકડ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.