ગુજરાત

gujarat

ETV Bharat / state

"દેને કો ટુકડા ભલા... લેનો કો હરિ નામ..." આ ઉક્તિને કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાર્થક કરી રહી છે

દેશમાં કોરોનાના મહાસંકટ વચ્ચે બે ટંકનું ખાનારા લોકો પણ પોતાના ઘરે રહી આ મુસીબતમાં lockdownના આદેશનું પાલન કરી શકે અને પરિવારને નિભાવી શકે, તે માટે દેશના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અન્નદાનનો મહિમા વધ્યો છે. વાપીમાં પણ lockdownના કારણે રોજગારથી વંચિત રહેલા ગરીબ પરિવારો માટે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ નામની સંસ્થા રોજની 200 જેટલી અનાજ કરીયાણાની કીટ અને 300 જેટલા ફૂડ પેકેટસ વહેંચી લોકોની આંતરડી ઠારી રહી છે.

Etv Bharat, GUjarati NEws, Vapi News, Corona News
કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓએ લોકોને ભોજન પુરૂં પાડ્યું

By

Published : Mar 28, 2020, 4:27 PM IST

વાપી: દેશમાં 21 દિવસના lockdownના ફરમાન બાદ હાલ શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે. તમામ ઉદ્યોગો અને ધંધા રોજગારના સ્થળો પર નીરવ શાંતિ પથરાયેલી છે. હજારો શ્રમિક પરિવાર બે ટંકના ભોજન માટે પગપાળા જ 100થી 700 કિલોમીટર દૂર પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આવા ગરીબ પરિવારો ભોજનથી વંચિત ના રહે અને કોરોના સામેની દેશની લડાઈમાં પોતાના ઘરે જ સુરક્ષિત રહે તે માટે સરકારની સાથે અનેક સ્વયંસેવી સંસ્થાઓ બનતા પ્રયાસ કરી રહી છે. વાપીમાં પણ આવા ગરીબ પરિવારોને ખોરાકની તકલીફ ના પડે તે માટે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી દ્વારા અનાજ કરીયાણાની કીટ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી રોજના 200 લોકોને અનાજ કરિયાણું અને 300 લોકોને ફુડ પેકેટ આપી આંતરડી ઠારી રહ્યું છે.

કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓએ લોકોને ભોજન પુરૂં પાડ્યું
કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓએ લોકોને ભોજન પુરૂં પાડ્યું
સંસ્થાની આ કામગીરી અંગે તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી આ સેવા કરવામાં આવે છે. જે માટે ટ્રસ્ટના 50 જેટલા યુવાનો રાત-દિવસ મદદ કરી રહ્યા છે. દાતાઓ તરફથી પણ ભરપૂર સહયોગ મળી રહ્યો છે. અમારે એક જ કામ છે કે, આ 21 દિવસ વાપી અને તેની આસપાસમાં એકપણ વ્યક્તિ કે પરિવાર અનાજ વગર ભૂખ્યો સૂવે નહીં. એ માટે વાપી ચણોદમાં આવેલા કચ્છી ભાનુશાળી વાડીમાં કરિયાણાની કીટ તૈયાર કરી વિતરણ કરીએ છીએ. જેમાં પંદર દિવસ ચાલે તેટલી દાળ-ચોખા, લોટ, તેલ, કઠોળ સહિતની સામગ્રી આપવામાં આવે છે. એ ઉપરાંત વાપીના દરેક વિસ્તારમાં રહેતા ગરીબ નિરાધાર લોકોને રોજના ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવે છે.
કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓએ લોકોને ભોજન પુરૂં પાડ્યું
કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓએ લોકોને ભોજન પુરૂં પાડ્યું
ઉલ્લેખનીય છે કે, કોરોનાના મહાસંકટ સામે લાખો શ્રમિકો બે ટંકના ભોજનની વિમાસણમાં મુકાયા છે. જે મેળવવા માટે હજારો કિલોમીટરથી વાપીમાં આવીને વસ્યા છે. જેઓની હાલત lockdown ના પગલે વધુ ગંભીર બની છે, ત્યારે જલારામ બાપાના જીવન મંત્ર "દેને કો ટુકડા ભલા.... લેને કો હરિ નામ..." ને વાપીની આવી અનેક સંસ્થાઓએ કોરોના મહામારી સામે યથાર્થ ઠેરવી ગરીબ લોકોને મદદરૂપ થઇ રહી છે.
કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓએ લોકોને ભોજન પુરૂં પાડ્યું

ABOUT THE AUTHOR

...view details