ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2020, 7:49 PM IST

ETV Bharat / state

ગુજરાતની વેલસ્પન ઇન્ડિયા અને મેકલોઈડ ફાર્મા કંપનીના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દમણમાં રવિવારે વધુ બે કેસ કોરોનાના પોઝિટિવ નીકળતા વિસ્તારને સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વલસાડના ચણોદ વિસ્તારમાં એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. દમણમાં કુલ 6 દર્દીઓ કોરોના પોઝિટિવ છે. દાદરા નગર હવેલીમાં આ આંકડો 29 પર પહોંચ્યો છે.

કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ
કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

દમણ : રવિવારે વધુ 2 કેસ કોરોના પોઝિટિવ આવતા કુલ આંક 6 પર પહોંચ્યો છે. દમણમાં આવેલા મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા 30 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તે જ રીતે ગુજરાતની વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં કરતો અને દમણમાં રહેતા 40 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તંત્રએ આ સાથે દમણમાં 3 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં ખારીવાડના વોર્ડ નંબર-15માં ઉમરનુર એપાર્ટમેન્ટ, દિલીપનગરમાં દિલીપ એમ્પાયર અને આટિયાવાડ ચાર રસ્તા પાસે ડાભેલની વિજય બાર એન્ડ રેસ્ટોરન્ટ બિલ્ડીંગ સિલ કરી છે.

કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

આ તરફ વલસાડમાં આજે રવિવારે એક 60 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યું છે. આ દર્દી મુંબઈથી વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડિત હતો.

ગ્રાફ
જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીવામાં આવે તો દાદરા નગર હવેલીમાં શનિવારે વધુ એક કોરોના સંક્રમિત કેસ નોંધાતા હાલ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવનો આંકડો 29 પર પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details