આજથી સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું વિધિવત એકીકરણ, સ્વાગતના બોર્ડ બદલાયા
26મી જાન્યુઆરી 2020 સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી, અને દમણ-દિવ માટે ઐતિહાસિક દિવસ છે. અત્યાર સુધી અલગ અલગ સંઘપ્રદેશનો દરજ્જો ધરાવતા આ બે પ્રદેશનું વિધિવત એકીકરણ થયું છે. હવેથી આ પ્રદેશો સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવ તરીકે ઓળખાશે.
આજથી સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું વિધિવત એકીકરણ, સ્વાગતના બોર્ડ બદલાયા
સેલવાસઃ 26મી જાન્યુઆરીથી વિધિવત એક સંઘપ્રદેશ તરીકે એકીકરણ પામેલ સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું મુખ્ય મથક દમણ બન્યું છે. દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ એકીકરણ પહેલાના છેલ્લા પ્રશાસક તો, એકીકરણ બાદના પ્રથમ પ્રશાસક બન્યા છે. જેમના દ્વારા દમણમાં 26મી જાન્યુઆરીએ તિરંગાને સલામી આપી આ દિવસને ઇતિહાસના પાનામા અમર બનાવ્યો છે.