ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘપ્રદેશ દમણમાં પહેલી 4 વર્ષની કોરોના પોઝિટિવ બાળકીએ કોરોનાને આપી માત

સંઘપ્રદેશ દમણમાં કોરોનાના 27 પોઝિટિવ કેસમાંથી પ્રથમ દર્દી 4 વર્ષની બાળકીને રજા આપવામાં આવી હતી. આ ખુશીના પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફે ચોકલેટ આપી ફુલવર્ષા કરી તાળીઓથી વધાવી પ્રોત્સાહિત કરી હતી.

સંઘપ્રદેશ દમણમાં પહેલી 4 વર્ષની કોરોના પોઝિટિવ બાળકીએ કોરોનાને આપી માત
સંઘપ્રદેશ દમણમાં પહેલી કોરોના દર્દી 4 વર્ષની બાળકીએ કોરોનાને આપી માત

By

Published : Jun 20, 2020, 10:10 PM IST

દમણઃ સંઘપ્રદેશ દમણમાં કોરોનાના 27 પોઝિટિવ કેસમાંથી શનિવારે પ્રથમ દર્દી એવી 4 વર્ષની જેન્સીએ કોરોનાને માત આપી હતી. આ બાળકીને દમણની મરવડ હોસ્પિટલમાંથી વિદાય આપાઇ હતી. આ ખુશીના પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફે ચોકલેટ આપી ફુલવર્ષા કરી તાળીઓથી વધાવી પ્રોત્સાહિત કરી હતી.

દમણની મરવડ હોસ્પિટલમાં 9મી જૂને 4 વર્ષની બાળકી જેન્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આ બાળકીને મરવડ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવી હતી. જેમણે 10 દિવસ બાદ કોરોના વાઇરસને માત આપતા શનિવારે તેને રજા અપાઈ હતી.

દમણ માટે આ ખુશીના સમાચાર હતાં કેમ કે, પાછલા 10 દિવસમાં દમણમાં કુલ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં આ 4 વર્ષની બાળકીના છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા પ્રથમ દર્દી તરીકે કોરોનાને માત આપી પોતાના માતા પિતા સાથે પોતાના ઘરે રવાના થઈ હતી.

4 વર્ષની જેન્સીને 10 દિવસ પછી હોસ્પિટલમાંથી નીકળતા જોઈ તેની માતાએ ભાવુક થઈ દીકરીને ગળે લગાડી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફે બાળકીને ચોકલેટ, ફુલના ગુલદસ્તા આપ્યા હતાં. તેમજ ફુલવર્ષા કરી તાળીઓ પાડી હોસ્પિટલમાંથી કોરોના વાઇરસને માત આપી બહાર આવવા પર સ્વાગત કર્યું હતું. જે બાદ બાળકીને પોતાના માતા-પિતા સાથે તેમના ઘરે વિદાય કરી હતી.

ABOUT THE AUTHOR

...view details