દમણમાં પ્રશાસનિક તાનાશાહી સામે ત્રણ વર્ષના સમયગાળા બાદ લોકોમાં ગજબની એકતાના દર્શન થયા છે. દરિયા કિનારે ગેરકાયદેસર લોકોના ઘરો તોડી પાડ્યા બાદ દમણના લોકોમાં પ્રશાસન સામે ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. સતત ચાર દિવસથી દમણના વેપારીઓએ દમણમાં બંધ પાળ્યો છે.
દમણ ફેરવાયુ પોલીસ છાવણીમાં, બજારો રહ્યા સજ્જડ બંધ
દમણ: કેન્દ્ર શાસીત પ્રદેશમાં સતત ચાર દિવસથી લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દમણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. બેઘર પરિવારોને સમર્થન આપવા દમણવાસીઓએ પણ પોતાના ધંધાના સ્થળો બંધ રાખી દમણ બંધને સમર્થન પૂરું પાડ્યું હતું.
તો, દમણ બંધન એલાન સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. દમણના નાની દમણ પોલીસ ચોકી, બસ સ્ટેશન, તીનબત્તી, જેટી, મુખ્ય બજાર, શાકમાર્કેટ, પોલીસ ચોકી ચાર રસ્તા, મોટીદમણ ફોર્ટ, મોટી દમણ જેટી સહિતના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે પણ લોકોમાં ભારે આક્રોશ છે અને લોકોનું કહેવું છે કે જ્યારે પ્રશાસન દમણની જનતા સાથે હોવાની વાતો કરે છે. તો પછી આટલો બધો પોલીસ બંદોબસ્ત મૂકી શા માટે લોકોને ડારાવવામાં આવી રહ્યા છે.