- કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 18 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં (Daman Industries Association) યોજાશે ચૂંટણી
- દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં (Daman Industries Association) પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દા માટે યોજાશે ચૂંટણી
- કુલ 12 ફોર્મ ભરાયા, જેમાંથી પ્રમુખ અને ખજાનચીના પદ માટે 2 મહિલાઓએ પણ ફોર્મ ભર્યા
દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઈન્ડસ્ટ્રિયલ સંઘના પ્રમુખ, મહામંત્રી, ખજાનચી, ઉપપ્રમુખ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સમિતિના સભ્યની ચૂંટણી માટે નામાંકન ભરવામાં આવ્યા હતા, જેમાં કુલ 12 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. આમાંથી એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી હોવાથી ચૂંટણીમાં રસાકસી જોવા મળે તેવું લાગી રહ્યું છે.
અત્યાર સુધી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
દમણમાં 18 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Daman Industries Association) પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બરે હતી. જોકે, અત્યાર સુધી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો આ વખતે દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA)ની ચૂંટણી મહત્ત્વની સાબિત થશે. કારણ કે, દમણમાં વર્ષ 1982 પછી પ્રથમ વાર કોઈ મહિલાએ DIAના પ્રમુખપદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું છે.
સાચી અગ્રવાલ, હની શાહે દાવેદારી નોંધાવી ભર્યા ફોર્મ
દમણની સિયારામ્સ પેકેજિંગ કંપનીમાં (Siyarams Packaging Company) 5 વર્ષથી ડિરેક્ટર પદે કાર્યરત સાચી અગ્રવાલે આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે તો હની શાહ કે જેઓ મહાવીર પ્રિન્ટિંગ યુનિટમાં (Mahavir Printing Unit) 14 વર્ષથી કાર્યરત છે. તેમણે ખજાનચીના હોદ્દા માટે ફોર્મ ભર્યું હતું. આ વખતે DIAની ચૂંટણીમાં તેઓ ચોક્કસપણે વિજેતા જાહેર થશે તેવી આશા આ બંને મહિલા ઉમેદવારોએ વ્યક્ત કરી હતી.