આ હોટલના હોદ્દેદારોએસરકારી જમીન પર દબાણ કરીને ક્રિષ્ના પાર્ક હોટેલ તેમના માલિકો દ્વારા બનાવવામાં આવી હતી.જેને લઈને તંત્રએસરકારી જમીન પર દબાણ હટાવી ગત્ 4 ઓક્ટોબર 2017ના રોજ કબજોમેળવી લીધો હતો. ત્યારબાદ ક્રિષ્ના પાર્કના માલિક દ્વારા હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા આજે પરત લેવામાં આવી છે.
દિવની વિવાદિત ક્રિષ્ના હોટલ પર જિલ્લા પ્રસાશને કર્યો કબજો - gujarati news
દીવઃ સંઘ પ્રદેશ દિવમાં આવેલી વિવાદિત ક્રિષ્ના પાર્ક હોટેલ પર દીવ પ્રસાશન દ્વારા કબજો કરવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યા બાદ દિવ જિલ્લા પ્રસાશને હોટલનો કબજો કર્યો હતો.
ફોટો
તેમજ આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો સ્થગિત હુકમ કોર્ટ દ્વારા આપવામાં નહી આવતા આજે દીવ પ્રસાશન દ્વારા હોટેલ ક્રિષ્ના પાર્ક પર કબજોલેવામાં આવ્યો હતો.આજથી પ્રસાશન દ્વારાઆ સરકારી જમીન પર દિવ પર્યટન વિભાગ કચેરીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.