- વિકાસના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
- ભાજપ વાયદાઓ પર નહીં ઈરાદાઓ પર લડતી પાર્ટી છે
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ 11મી નવેમ્બરે મતગણતરી થઈ હતી. જેમાં 5 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી 4 પર ભાજપનો ભગવો લહેરાયો હતો.
વન નેશન વન ઇલેક્શનના નેજા હેઠળ યોજાઈ હતી ચૂંટણી
આ અંગે દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે વિગતો આપી હતી કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી હતી. જેમાં ચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ભાજપે પૂર્ણ બહુમત સાથે વિજય મેળવ્યો છે. ભાજપે મેળવેલા વિજયની વાત કરીએ તો દીવમાં 8 જિલ્લા પંચાયતમાંથી 5 પર ભાજપે કબ્જો મેળવ્યો છે. ચાર ગ્રામ પંચાયતમાંથી 3 પર ભાજપે કબ્જો મેળવ્યો છે. એ જ રીતે દમણ નગરપાલિકાના 15 વોર્ડમાંથી 11 પર, જિલ્લા પંચાયત 16 બેઠકમાં થી 10 પર અને ગ્રામપંચાયત 14 બેઠકમાંથી 9 બેઠક પર વિજય મેળવ્યો છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સેલવાસ નગરપાલિકાની 15 સીટમાંથી 9 સીટ પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે દાદરા નગર હવેલી જીલ્લા જિલ્લા પંચાયતમાં JDU ને ટક્કર આપી છે.