- ગુજરાતમાં વિધાસભાના મતદાનને ધ્યાને રાખી એક્સાઇઝ વિભાગનો નિર્ણય
- કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂના વેંચાણ પર પ્રતિબંધ
- 1 નવેમ્બરથી 3 નવેમ્બરના મતદાનના દિવસે સાંજના 6 વાગ્યા સુધી પ્રતિબંધ
દમણ : આગામી 3જી નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે. જેને ધ્યાને રાખી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં દારૂ બનાવવા, વેંચવા પર 3 દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અંગે પ્રશાસન તરફથી એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે.
દારૂના વેંચાણ, બનાવવા પર પ્રતિબંધ
અખબારી યાદીમાં વર્ણવ્યા મુજબ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનને ધ્યાને રાખી એક્સાઇઝ ડ્યુટી રુલ્સ 2020 મુજબ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા ડિસ્ટીલરી પ્લાન્ટ, બેવરીઝ, શરાબના હોલસેલર, રિટેઇલર, બાર એન્ડ રેસ્ટોરન્ટમાં દારૂનું વેંચાણ કરવા પર કે બનાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
દારૂના વેંચાણ પર પ્રતિબંધ 3 દિવસ સુધી પ્રતિબંધ
આ પ્રતિબંધ 1લી નવેમ્બરના સાંજના 6 વાગ્યાથી લાગુ થયા બાદ 3જી નવેમ્બરના મતદાનના દિવસે સાંજના 6 વાગ્યા સુધી રહેશે. એજ રીતે 10મી નવેમ્બરે કાઉન્ટિંગના દિવસે પણ દારૂ બનાવવા, વેંચવા, પીરસવા પર પ્રશાસને રોક લગાવી છે.