દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે રહેતા અલ્પેશભાઈ બધાભાઈ પરમારને તેમના જમાઈએઘરે બોલાવ્યા હતા. તે સમયે તેમના ગામના જ સુરમલભાઇ ચંદુભાઈ, મંજુભાઈ ચંદુભાઈ, રાકેશભાઈ રમણભાઈ, સુભાષભાઈ ચંદુભાઈ ભુરીયા આવીને ડીજે વગાડવા બાબતે ઝઘડો કર્યો હતો. ઉપરાંત ઝગડા તકરારને લઈને અલ્કેશભાઈએ પંચાણું કર્યું હતું.
ગરબાડા તાલુકાના પાટીયા ગામે પંચાળામાં તીરમારો, 2 ગંભીર રીતે ઘાયલ
દાહોદઃ ગરબાડા તાલુકાના પાટીયા ગામે ડીજે વગાડવા બાબતે તકરાર થઈ હતી. આ તકરારના સમાધાન માટે બંને પક્ષોની પંચ બેઠી હતી. તે દરમિયાન વાતનું વતેસર થઇ જતા તીર મારામાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પોટ ફોટો
બંને પક્ષોની પંચોલી રૂબરૂમાં સમાધાનનો નિકાલ સમયે વાતનું વતેસર થઇ જતા ચાર વ્યક્તિ ભેગા મળી આવી સુભાષ એ કમલેશની છાતીમાં તીર મારવાને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ અધ્યાયને પણ કમરે વાગવાને કારણે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તમાં ઘાયલ બંનેનેતાત્કાલિક દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેની ફરિયાદ ગરબાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી