ભારત સરકાર અને આદિવાસી તાલીમ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ 2019 કોલેજ મેદાન મુકામે 3 દિવસ માટે ભવ્ય મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ કલા મહોત્સવના ઉદઘાટન માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરમાં અને સભા સ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દાહોદમાં 3 દિવસીય આદિજાતિ મહોત્સવ શરૂ
દાહોદ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દાહોદ શહેરમાં રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને કંબોઈ મુકામે ગુરુ ગોવિંદની સમાધિના દર્શન કરી સભા સંબોધશે. મુખ્યપ્રધાન સાથે 2 કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના પ્રધાનો ઉપસ્થિત રહેનાર છે. દાહોદ ખાતે જાહેર સભા સાથે વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે.
મહોત્સવ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેન્દ્રના આદિજાતિ