ગુજરાત

gujarat

ETV Bharat / state

આડા સંબંધને મુદ્દે પાલક પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

દાહોદઃ જિલ્લાના વખતપુરા ગામનું દંપત્તિ વડોદરા રેલ્વે સ્ટેશન નજીક રોકાણ દરમિયાન રખડતા સાડા ચાર વર્ષના અનાથ બાળકને સાથે રાખી ઉછેર કર્યો હતો. પુખ્તવયના થયેલ અનાથ બાળકે માતા જોડે આડાસંબંધ વિકસાવતા તેના પાલક પિતાએ અન્ય મળીને મોતને ઘાટ ઉતારી ડેમમાં ફેંકી દીધો હતો જે ગુનાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે અને હત્યા કરનાર પાલક પિતા સહિત એકને જેલભેગા કર્યા છે.

death

By

Published : Aug 22, 2019, 3:14 PM IST

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ વખતપુરા ગામના રહેવાસી દિનેશભાઈ હાંડા અને તેની પત્ની જીવનનિર્વાહ માટે મહેનત મજૂરી કરવા વડોદરા મુકામે આવીને રહેતા હતા. દિવસ દરમિયાન મહેનત-મજૂરી કરી સાંજે રેલવે સ્ટેશન નજીક રોજિંદો વસવાટ કરતી વેળાએ તેમને આશરે ચાર વર્ષનો બાળક તેમની આસપાસ ફરતો જોવા મળ્યું હતું. સુંદર બાળકની માસુમતા જોઈ દંપતિનો તેના પ્રત્યે પ્રેમ ઉભરાયો હતો. બાળકને તેના માતા પિતા વિશે પૂછતા તેનો કોઈ નહીં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી દિનેશભાઈ અને વનીતાબેનએ ઉપરોક્ત બાળક કમલેશને પોતાના પુત્ર તરીકે રાખવાનું શરૂ કર્યું હતું.

આડા સંબંધને મુદ્દે પાલક પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, વડોદરા રેલવે સ્ટેશન પરથી મળ્યો હતો અનાથ બાળક

આમ અનાથ બાળકને માતા અને પિતાનો પ્રેમ આપીને ઉછેરવાનો શરૂ કર્યું હતું. બાળક કમલેશ કિશોરવસ્થાનો થયો ત્યારે તે ચોરીના રવાડે ચડયો હતો, જેથી પાલક માતા-પિતાએ તેને વારંવાર ટકોરા છતાં પણ નહિ માનતા આશરે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમરે તેને પોતાનાથી દુર કરી દીધો હતો. પરંતુ એક દોઢ વર્ષના ગાળા બાદ કમલેશ પાછો તેમની માતા અને પિતા પાસે આવ્યો હતો અને હવે આવો ધંધો નહીં કરે તેમ જણાવતા દંપતી પરિવારે પોતાના પુત્રની જેમ ઉછારેલ દિકરા કમલેશને પાછો સ્વીકારી લીધો હતો. ત્યારબાદ કમલેશ તેની માતા સાથે વડોદરા વિસ્તારમાં દારૂની હેરાફેરી કરવાનું કામ કરતા હતા.


પાલક પિતા દિનેશભાઈ હાંડા અને તેની મોટી પત્ની વનીતાબેન અને તેનો પરિવાર દારૂ ને હેરાફેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાના કારણે દિનેશને મોટી પત્ની અને બાળક કમલેશ ઉર્ફે કમાની પાલક માતા બંને જણા લાંબા સમયથી સાથે દારૂની હેરાફેરી કરતા હતા પાલક માતા સાથે જતો કમલેશ ઉર્ફે કમાને યુવાની સાથે વાસનાનુ પોત પ્રકાશતા તેણે તેની પાલક માતા સાથે આડા સંબંધ રાખવાનું શરૂ કર્યું હતું. પરંતુ કમલેશ અને તેની પાલક માતા વચ્ચે ના આડાસંબંધ વિશે તેના પાલક પિતા ને ખબર પડી ગઈ હતી. જેથી દિનેશ ભાઈએ પુત્ર કમલેશ ને વારંવાર ટકોર કરી હતી અને માતા સાથે આવા સંબંધો નહીં રાખવા માટે સમજાવ્યો હતો. પરંતુ કમલેશ તેની વાતને અવગણના કરતો જોવા મળ્યો હતો, હાલ આશરે ૨૨ વર્ષની ઉંમર ધરાવતો કમલેશ ઉર્ફે કમો તેની મોટી માતા જોડે બે માસ પહેલા દાહોદ જિલ્લાના લીંબડી ગામે દિનેશની દીકરીએ જોઈ લીધા હતા અને દીકરીએ પિતાને ફોન પર તમામ હકીકતથી વાકેફ કર્યા હતા.

જેથી દિનેશને પોતે મોટી ભૂલ કરી રખડતા છોકરાને પોતાના પુત્ર તરીકે પાયાનો અફસોસ થવા લાગ્યો હતો. તેમજ તેણે મનોમન પુત્ર કમલેશનો કાંટો કાઢી નાખવાનું વિચાર્યું અને ત્યારબાદ દિનેશભાઈ હાંડા દાહોદ આવીને તેના ભાણેજ પ્રદીપ સુરમલ કલારા અને જમાઈ પ્રકાશ અમલીયાર ને આ તમામ હકીકતથી વાકેફ કર્યા હતા અને ત્યારબાદ કમલેશ તેની પત્નીના પિયર રાજડીયા ગામેથી પુત્ર કમલેશને કામ હોવાનું કહી લઈ જઈ તેના વતન વખતપુરા ગામ નજીક આવેલા સાજાના માળમાં કુહાડીના ઘા મારીને હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. ત્યારબાદ રાત્રિ દરમિયાન તેની લાશને સાબલી ગામે આવેલા કાળી ડેમની અંદર પથ્થર વડે બાંધીને મૃતદેહ પાણીમાં ફેંકી દીધી હતી. જે મૃતદેહ પોલીસને આશરે બે માસ પહેલા બિનવારસી મળી આવી હતી. પોલીસ માટે બિનવારસી મળેલ લાશનો ભેદ ઉકેલો કઠાણ હતું પરંતુ બાતમીદારો અને સીડીઆરના આધારે ઉપરોક્ત બિનવારસી મૃતદેહ વખતપુરા ગામે રહેતા દિનેશભાઈ હાંડાનો પુત્ર હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગંભીરતાપૂર્વક ઉપરોક્ત હત્યા કરાયેલ કમલેશ લાશનો ભેદ ખોલવામાં દાહોદ એસ.ઓ.જી પોલીસ અને લીમડી પોલીસને સફળતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details