દાહોદ : તાલુકાના કતવારા નજીક ખુંટખેડા ગામે ચાર જેટલાં શખ્સોએ રાત્રીના સમયે ઘરના સભ્યોને બાનમાં લઇ રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ 49,000ની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા ગયા હતા.
દાહોદમાં પરિવારને બાનમાં લઇ ચાર શખ્સોએ 49000ની લૂંટ ચલાવી
જિલ્લાના કતવારા નજીક ખુંટખેડા ગામે રાત્રીના સમયે કેટલાક શખ્સોએ ઘરના સભ્યોને બાનમાં લઇને રોકડ રકમ અને સોનાના દાગીના તેમજ મોબાઇલ ફોન મળી કુલ 49,000ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
દાહોદમાં પરિવારને બાનમાં લઇ ચાર શખ્સોએ 49000ની લૂંટ ચલાવી
રાત્રીના ચાર જેટલાં અજાણ્યા શખ્સોએ મકાનમાં પ્રવેશ કરી અને ઘરના સભ્યોને બાનમાં લઇ લાકડીઓના ફટકા મારી માર માર્યા હતા તેમજ ઘરની પેટીમાં મુકેલા 40 હજાર રૂપિયાની રોકડ રકમ, 6 હજારની કિંમતના સોનાની 4 નંગ કડીઓ, 2 હજાર કિંમતના ચાંદીના છડા તેમજ 1 હજાર રૂપિયા કિંમતનો મોબાઈલ મળી ફુલ 49 હજારના મુદ્દામાલની સનસનાટી ભરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે