- દાહોદ જિલ્લાના ઘોડિયા મતદાનમથક પર 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ
- સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 12 ટકા મતદાન નોંધાયું
- મતદાનમથકે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- ઈલેક્શન અને પોલીસે મતદાનમથકને નજરકેદ કર્યું
દાહોદઃ ગઈકાલે ઘોડિયા મતદાનમથક પર ઈવીએમમાં તોડફોટ થતા ફરી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દાહોદ અને ઝાલોદમાં નગરપાલિકા તેમજ જિલ્લામાં સમાવિષ્ટ 9 તાલુકા પંચાયતની 238 બેઠકો અને જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે રવિવારે 1633 બેઠકો પર મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ થયેલા મતદાન દરમિયાન જિલ્લા પંચાયતની વગેલા બેઠકના ઘોડિયા બૂથ પર બપોર બાદ બુટ્ટી અને ઈવીએમમાં તોડફોડની ઘટના ઘટી હતી. આથી ઈલેક્શન વિભાગ દ્વારા તાત્કાલિક મતદાન રદ કરાવી અને ફેરમતદાન નિર્ણય કર્યો હતો
વહેલી સવારે 7 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ લોકો નિર્ભયપણે આવીને મતદાન કરતા જોવા મળી રહ્યા છે. મતદાનમથક પર ઘોડિયા ગામ વિસ્તારના મતદારો સવારથી બૂથ પર આવીને મતદાન કરવા માટે કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. દરેક મતદાર એક એક કરીને લાઈનમાં મતદાન મથકની અંદર જઈને મતદાન કરી રહ્યા છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનમથક પર 12 ટકા મતદાન નોંધાવા પામ્યું છે.