ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં SOGએ 756 ગ્રામ ગાંજા સાથે એક ઈસમની કરી ધરપકડ

દાહોદ: જિલ્લામાં દારૂ સહિત વિવિધ નશીલા દ્રવ્યોના હેરાફેરી અને વેચાણ પર પોલીસનો સકંજો હોવા છતાં જિલ્લાના ગલાલિયાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજો હોવાની પોલીસ બાતમી મળતા રેડ પાડી હતી. SOGની ટીમે રહેણાંક મકાનમાંથી 756 ગ્રામ ગાંજા સાથે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By

Published : Jun 29, 2019, 12:39 PM IST

સ્પોટ ફોટો

ગુજરાતમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા તેમજ પરિણામલક્ષી કામગીરી કરવા માટે ગોધરા રેન્જ આઈ.જી. ના માર્ગદર્શન હેઠળ અને દાહોદ જિલ્લા પોલીસવડા હિતેષ જોયસર સાહેબની સુચના અનુસાર એસ.ઓ.જી.ની ટીમને જિલ્લામાં બનતા ગુનાની બદી ડામવા કામ કરવા માટે તાકીદ કરાઈ હતી. જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દાહોદ દ્વારા બાતમીના આધારે દાહોદના ગલાલીયાવાડ ખાતે રહેતા રાજુભાઈ સોમાભાઈ માવીના ઘરે રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન બાતમી મુજબ ઘરની ઓરડીમાંથી ૭૫૬ ગ્રામના નશીલા ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

દાહોદમાં SOGએ 756 ગ્રામ ગાંજા સાથે એક ઈસમની કરી ધરપકડ

ગલાલીયાવાડ વિસ્તાર માટે ગાંજાનો જથ્થો ઝડપાયાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. દાહોદ SOG ટીમે 756 ગ્રામ ગાંજાના જથ્થાને જપ્ત કરી આરોપી સામે ધોરણસર એન.ડી.પી.એસ. ધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગાંજાનો જથ્થો કયાથી આવ્યો તે દિશામાં દાહોદ SOG પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને વધુમાં જણાવાયું હતું કે, નજીકના સમયમાં પણ આવા ગેરકાયદેસર નશાના ધંધા ઉપર અસરકારક કામગીરી કરવા છાપાઓની કાર્યવાહી જારી રખાશે.

ABOUT THE AUTHOR

...view details