ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝંઝાવાતી ગરમીથી દાહોદમાં સર્જાયા કર્ફ્યૂના દ્રશ્યો

દાહોદ: સૂર્યની ગરમીના કારણે દાહોદ જિલ્લામાં ઉષ્ણતામાનનો પારો 42 ડિગ્રી પાર થતા રાહદારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. ગરમીના કારણે બપોરના સમયે રાજમાર્ગો અને હાઇ-વે સુનસાન હોય છે. જ્યારે ઠંડાપીણાની દુકાનો પર ગરમી સામે રાહત મેળવવા લોકોની અવરજવર રહેતી હોય છે.

દાહોદ જિલ્લામાં આગઝરતી ગરમીના કારણે બપોરે કર્ફ્યુ

By

Published : Apr 30, 2019, 8:41 AM IST

દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કાળઝાળ ગરમી અને પવનો ફુંકાઈ રહ્યા છે. આગઝરતી ગરમીના કારણે જિલ્લામાં સવારે 11 વાગ્યાથી શહેર અને જિલ્લાના માર્ગો પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે એસી અને કૂલરના વેપારમાં પણ ગરમી જોવા મળી રહી છે. જ્યારે બજારો બપોરના સમયે સુનકાર હોય છે. ગરમ પવન સાથે લૂના કારણે લોકો બપોરે ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડાપીણાની દુકાનો પર ગરમી સામે ઠંડક મેળવવા આવતા હોય છે. શહેરમાં શેરડી રસ, મેંગો સહિતના જ્યૂસનું વેચાણ પણ વધવા લાગ્યું છે. દાહોદ જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઇ જતા હીટવેવ જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. આવનારા સમયમાં ગરમીનો પારો વધુ ઊંચાઈએ જવાની શક્યતા સેવાઇ રહી છે

દાહોદ જિલ્લામાં આગઝરતી ગરમીના કારણે બપોરે કર્ફ્યૂ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details