દાહોદ જિલ્લા પંચાયત હસ્તક આવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ જિલ્લામાં 1700 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં સરકાર દ્વારા નિયુકત કરવામાં આવેલા પ્રાથમિક શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં ફરજ બજાવતા શિક્ષકોને whatsapp પ્રકારની મોબાઈલથી હાજરી પુરવાની કાઈ ઝાલા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમજ આ એપ્લિકેશનથી હાજરી પુરવાના આદેશ જારી થયેલા છે. જેના કારણે જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોમાં છૂપો ગણગણાટ ફેલાવા પામ્યો છે.
શિક્ષકોની હાજરી પુરવા માટેની "કાઈઝાલા" એપનો પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ
દાહોદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સહિત દાહોદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે મોબાઈલની કાય ઝાલા એપ ઇન્સ્ટોલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેની સામે શિક્ષકોમાં છુપો રોષ ભભૂક્યો છે તો બીજી તરફ પ્રાથમિક શિક્ષક સંઘે બાયો ચડાવી આ એપ ઇન્સ્ટોલ નહીં કરવી અને કરેલી હોય તો અનઇન્સ્ટોલ કરવા સૂચના જાહેર કરવામાં આવી છે.
આ ગણગણાટને લઈને રાજ્ય સહિત દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવ્યું છે અને આ કાઈ ઝાલા એપ્લિકેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાયરલ કરાયેલા લેટર પેડમાં શિક્ષકોએ કાઈ ઝાલા એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં અને જે કોઈ શિક્ષકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો તેને અનઇન્સ્ટોલ કરી નાખવા સૂચના આપવામાં આવી છે.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન ભાઈ કટારાએ કાઈઝાલા એપ્લિકેશનને લઈને જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોને આ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવા અને જો કાઈ ઝાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો અન ઇન્સ્ટોલ કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણ વિભાગ દ્વારા વાટાઘાટો ચાલી રહ્યો છે જેનો નિકાલ આવ્યા બાદ શિક્ષકોને જણાવવામાં આવશે.