દાહોદ: પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનમાં સામેલ દાહોદ જિલ્લાના 11 રેલવે સ્ટેશન અને વર્કશોપમાં ફરજ બજાવનારા રેલવે કર્મચારી અને વસવાટ કરનારા કર્મીઓના પરિવાર માટે રેલવે દ્વારા હેલ્થ ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ, ઇન્સ્ટિટ્યૂટ, લાઇબ્રેરી સહિત વિવિધ જન કલ્યાણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. આ કેન્દ્ર પર મોટી માત્રામાં લોકો એકત્રિત થતા હોય છે. જેને તાળા મારવામાં આવ્યાં છે.
કોરોના ઇફેક્ટઃ દાહોદમાં રેલવેના લોક કલ્યાણ કેન્દ્રો પર તાળા મારવામાં આવ્યાં - રતલામ ડિવિઝન
દાહોદ રેલવે વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં આવેલા રેલવે સ્ટેશન, રેલવે કોલોની વિસ્તારમાં કોરોના વાઇરસનો વધતો વ્યાપ અટકાવવા માટે રેલવે તંત્ર દ્વારા તમામ લોક કલ્યાણ કેન્દ્રને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરીને બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા નવો આદેશ કરવામાં નહીં આવે, ત્યાં સુધી જન કલ્યાણ કેન્દ્રો પર નોટિસ મૂકવામાં આવીં છે.
રેલવે
દેશમાં કોરોના વાઇરસની મહામારીથી બચવા તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાં લઈને રતલામ ડિવિઝનના રતલામ અને દાહોદ જિલ્લામાં આવેલા તમામ રેલવે સ્ટેશનો પરના લોક કલ્યાણ કેન્દ્ર જેવા કે ક્લબ, સંસ્થાઓ, જીમ, રમતગમત કેન્દ્ર, રમતના કોચિંગ સેન્ટર, કોમ્યુનિટી હોલ, બાલમંદિર, કલ્ચર હાઉસ વગેરેને આગામી આદેશ નહીં થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.