ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં પંચાયત ટેક્નિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો - DHD

​​​​​​​દાહોદઃ લીમખેડા તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં ટેક્નિકલ આસિસ્ટન્ટે ખેડૂત પાસે જૂથ કુવા યોજનાની મસ્ટરમાં એન્ટ્રી કરવા માટે 12,000ની લાંચ માંગી હતી. જેમાંથી 10,000ની લાંચ લેતા LCBએ તેને રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

technical assistant

By

Published : Jun 7, 2019, 7:14 PM IST

લીમખેડા તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં ફરજ બજાવતા ટેકનીકલ આસિસ્ટન્ટ હિતેશકુમાર કાન્તિલાલ પંચાલ ખેડુતની જમીનમાં સરકારની મનરેગા યોજના હેઠળ જૂથ કુવો મંજુર થયેલા કુવાનુ માપ મેજરમેન્ટ બુકમાં લખવા અને મજુરોની હાજરીનુ મસ્ટર લખવાના કામે રૂપિયા 12000ની લાંચની માંગણી કરી હતી.

પરંતુ જાગૃત ખેડૂત દ્વારા રકમ ઓછી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. લાંબી રક-ઝકના અંતે 10000 રૂપિયાની લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી. ખેડૂત લાંચ આપવા માંગતા ન હોવાના કારણે તેમણે પંચમહાલ LCBનો સંપર્ક કરીને મનરેગા વિભાગમાં ફરજ બજાવતા ટેકનીકલ આસિસ્ટન્ટ હિતેશ પંચાલના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગોધરા લાચ વિરોધી શાખાના અધિકારીઓએ લાચ આપવાનુ છટકું લીમખેડા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાર્ટર્સ પાસે ગોઠવી હતી. લાંચના છટકા દરમિયાન ફરીયાદી પાસે 10000 રૂપિયા લાંચ તરીકે માંગી સ્વીકારી લીમખેડા ખાતે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details