દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેર અવિરત પણે ચાલુ રહેવાના કારણે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું. જિલ્લામાં સારા વરસાદના કારણે ઠંડકનો માહોલ સર્જાવાની સાથે ધરતીપુત્રો પણ ખુશાલીમાં આવી ખરીફ પાકનું વાવેતરમાં લાગી ગયા છે. વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે તો બીજી બાજુ નદીઓ અને કોતરોમા નવા નીર આવ્યા છે. જિલ્લાના સિંગવડ તાલુકામાં સાંજે 4 થી 6 દરમિયાન 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
દાહોદના સિંગવડમાં ધોધમાર વરસાદ, હડફ નદી બે કાંઠે - gujarat
દાહોદઃ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજે સિંગવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં એક ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે હડફ નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેવા માંડી હતી.
દાહોદના સિંગવડમાં ધોધમાર વરસાદ, હડફ નદી બંને કાંઠે
એક ઇંચ કરતાં વધુ વરસાદ માત્ર બે કલાકમાં વરસવાના કારણે હડફ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જ્યારે ઝાલોદ તાલુકામાં 10 MM, દાહોદ તાલુકામાં 7 MM, ધાનપુર તાલુકામાં 4 MM, સંજેલી તાલુકામાં 7 MM વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં સારા વરસાદના પગલે માછણ નાળા જળાશય, હડપ ડેમ, કબુતરી ડેમ, પાનમ ડેમમાં નવા નીરો આવ્યા છે.