દાહોદમાં બુક સ્ટોરમાં લાગી ભીષણ આગ, માલસમાન બળીને ખાખ
દાહોદ: શહેરના એમ. જી. રોડ પર આવેલ સ્ટેશનરીની દુકાનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા માંડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થચા જ ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગને કાબુ મેળવ્યો હતો. જેમાં અંદાજે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
દાહોદમાં બુક સ્ટોરમાં લાગી ભીષણ આગ, માલસમાન બળીને ખાખ
દાહોદ શહેરના એમ. જી. રોડ પર આવેલ વજિયુદિન શાદીકઅલી જાંબુઘોડાવાલાની નેશનલ બુક સ્ટોરના ઉપલા માળે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી. ઘટનાની જાણ મળતાની સાથે જ તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.