ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધરાત્રીના 3 ડેમ ઓવરફ્લો - વરસાદ

દાહોદઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ સાથે રાત્રી દરમિયાન સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે નદી નાળાઓ છલકાઇ જવા પામ્યા છે તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ રાત્રી દરમિયાન ખાબકવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધરાત્રીના 3 ડેમ ઓવરફ્લો

By

Published : Aug 9, 2019, 11:38 AM IST

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધરાત્રી દરમિયાન માછણ નાળા, કબુતરી અને ઉમરીયા ડેમ છલકાયા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન બનતા ધરતીપુત્રો ગેલમાં છે. શ્રાવણિયા વરસાદ સાથે મધરાત્રી દરમિયાન સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જિલ્લાની નદીઓ ઓવરફલો થઇને વહેવા લાગી છે અને નાના જળાશયો ઓવરફલો થઇ ગયા છે.

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધરાત્રીના 3 ડેમ ઓવરફ્લો

જિલ્લામાં ખજુરીયા ગામના તળાવને નુકસાન થતા લોકોને સ્થળાંતરિત કરી પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં 78 MM, ઝાલોદ તાલુકામાં 60 MM, દેવગઢ બારીયા તાલુકામાં 104 MM, દાહોદ તાલુકામાં 111 MM, ધાનપુર તાલુકામાં 120 MM, ફતેપુરા તાલુકામાં 89 MM, લીમખેડા તાલુકામાં 103 MM, સંજેલી તાલુકા માં 110 MM, ધાનપુર તાલુકામાં 120 MM , સિંગવડ તાલુકા માં 83 MM વરસાદ વરસ્યો છે. જેમાં સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધાનપુર તાલુકામાં 120 MM વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓને ભારે નુકશાન થયુ છે.

દાહોદ જિલ્લાના ડેમોમાં માછણ નાળા, ઉમરીયા તેમજ કબૂતરી ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે, અન્ય ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે.

ABOUT THE AUTHOR

...view details