ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં ગૌમાંસ ભરેલા ટેમ્પાની કરાઈ અટકાયત, ત્રણ ઈસમો ફરાર

દાહોદ: કતલનું માન્ચેસ્ટર બનેલું દાહોદ શહેર વિસ્તારમાં ગૌમાંસ ભરેલા ટેમ્પાને દાહોદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે આ ટેમ્પાની અટકાત કરવામાં આવી છે. જેમાં ત્રણ ઈસમો ટેમ્પો મુકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે દસ ગાયને બચાવી ગૌશાળા મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદમાં ગૌમાંસ ભરેલા ટેમ્પાની કરાઈ અટકાયત

By

Published : Jun 5, 2019, 2:48 AM IST

જિલ્લામાં ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરી કરી કતલ માટે દાહોદ કસ્બા વિસ્તારમાં લાવવામાં આવી રહ્યા હોવાની પોલીસને તેમજ ગૌરક્ષકોને માહિતી મળી હતી. જેમાં અવારનવાર રેડ પાડીને ગૌમાંસની હેરાફેરી કરતા ઈસમોને ઝડપવામાં આવી રહ્યા છે. પોલીસ અને ગૌરક્ષકોને બાજનજર હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદમાં ગૌમાંસ ભરેલા ટેમ્પાની કરાઈ અટકાયત

ત્યારે મધ્યપ્રદેશ તરફથી ટેમ્પો ભરીને 10 જેટલા ગૌવંશો દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઘુસાડવામાં આવી રહ્યા હતા. જેને ગૌરક્ષકોએ શહેર પોલીસની મદદથી શહેર પોલીસ PI વી. પટેલ દ્વારા કસબા વિસ્તારમાં વાહનનો પીછો કરીને દસ ગાયોને બચાવી લીધી હતી. પોલીસને જોઈને વાહન ચાલક સહિત ત્રણ ઈસમો ઘટનાસ્થળેથી ફરાર થઈ ચૂક્યા હતા. પોલીસે ટેમ્પામાં કતલ માટે બાંધેલા 10 ગૌવંશને ગૌશાળામાં મૂકી કાયદેસરની કાર્યવાહી કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details