ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રીરામ મૂર્તિની હિન્દુ સંગઠનોએ DJના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢી - grand

દાહોદ: શહેરમાં રામનવમીના પર્વ નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવા માટે દાહોદમાં શ્રીરામની પ્રતિમા લાવવામાં આવી છે. આ મૂર્તિનું શહેરમાં DJના તાલે અને જયશ્રી રામના નારા સાથે શહેરના માર્ગો પર ફેરવી શોભાયાત્રા કાઢી ઠક્કર ફળિયા સ્થિત મંદિરે લઈ જવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 3:19 PM IST

દાહોદ શહેરના ઠક્કર પડ્યા વિસ્તારમાં આવેલ રાજસ્થાન ભવનમાં રામનવમી પર્વ નિમિત્તેે હિન્દુ સંગઠનનો દ્વારા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે વિશ્વ હિન્દુ પરિષદ સહીત હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા જિલ્લા બહારથી શ્રીરામ ભગવાનની વિશાળ મૂર્તિ લાવવામાં આવી છે. આ મૂર્તિને દાહોદમા ગમન સાથે જ શહેરના ગોધરા રોડ વિસ્તારથી જયશ્રી રામના નારા સાથે વિશાળ રેલી યોજવામાં આવી છે.

શ્રીરામ મૂર્તિની હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી

શહેરના રાજમાર્ગો પર ઢોલ-નગારા DJના તાલ સાથે નીકળેલી શ્રીરામ પ્રભુની શોભાયાત્રામાં ભાવિક ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા. હિન્દુ ભાવિક ભક્તો બસ સ્ટેશન થઈ ટક્કર ફળિયા નજીક અગ્રવાલ સમાજના મંદિરે પહોંચ્યા છે. તેમજ આ મંદિરે ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે આવેલી શોભાયાત્રા સંપન્ન થઈ હતી. રામ નવમીના દિવસે રાજસ્થાન પંચાયત ભવન મુકામેથી શ્રીરામ ભગવાનની શોભાયાત્રા દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાજતે-ગાજતે કાઢવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details